Kiara advani Sidharth malhotra Wedding Updates: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની (Kiara advani Sidharth malhotra) જોડી બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીઓ પૈકી એક છે. જોકે કપલે હજુ સુધી તેમના રિલેશન વિશે ખુલ્લીને કોઇ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ તેમની પ્રેમની ખબર જગજાહેર થઇ ગઇ છે. બંનેએ સાથે ‘શેરશાહ’માં ફિલ્મમાં કામ કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટોપ એક્ટર્સમાંથી છે. ત્યારે આ ફેમસ કપલને લઇ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. આ કપલના મેરેજ સંબંધિત સમાચાર સામે આવ્યાં છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના પ્રેમ સંબંધની અટકળો તો લાંબા સમયથી ચાલી રહી છે. એવામાં કપલના પ્રશંસકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તેઓ ક્યારે લગ્ન કરશે. ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાનું નિવેદન સામે આવ્યું છે. ‘મિશન મજનૂ’ના પ્રમોશન અંતર્ગત સિદ્ધાર્થ મલ્હોત્રાને કિયારા સાથે લગ્ન કરવાની અફવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેનો અભિનેતાએ મજેદાર જવાબ આપ્યો છે.
તાજેતરમાં ફીવર FM પર સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાના તેની અપકમિંગ ફિલ્મ (Kiara advani Rashmika mandana upcoming film) મિશન ‘મજનૂ’ના પ્રમોશન (Mission Majanu) માટે પહોંચ્યા હતા. જ્યાં રેડિયો જોકી સુપ્રિયા સિદ્ગાર્થ મલ્હોત્રાને તેના લગ્નની અફવા અંગે ચોખવટ કરવા માંગે છે. આટલું સાંભળતા જ સિદ્ધાર્થે હસતા ચહેરે કહ્યું હતું કે, ‘એ જ ને કે હું આ વર્ષે લગ્ન કરીશ’ જે સાંભલી રશ્મિકા મંદાના ખિલીને હસવા લાગી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ચાહકો આ જવાબ સાંભળી ભારે ઉત્સાહના મુડમાં આવી ગયા છે. તેમજ તેઓ મૂંઝવણમાં મૂકાયા છે કે, શું ખરેખર વર્ષ 2023માં કપલ લગ્ન કરવાના છે?
પાછલા કેટલાક દિવસોથી સમાચાર આવી રહી છે કે કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ લગ્નની તારીખ નક્કી કરી લીધી છે અને બધી તૈયારીઓ કોઇને ભનક ન લાગે એ રીતે કરી રહ્યા છે . ડિસેમ્બરમાં બન્ને વર-વધુ બનશે અને બૉલીવુડના એક વધુ કપલ લગ્ન બંધમાં બંધાઈ જશે. પણ આ બન્ને જ આ સમાચાર પર ચુપ છે પણ મીડિયાથી કંઈ છુપાયેલુ નથી.