સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની જોડી બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીઓ પૈકી એક છે. જોકે કપલે હજુ સુધી તેમના રિલેશન વિશે ખુલ્લીને વાત કરી નથી. પરંતુ તેમની પ્રેમની ખબર જગજાહેર થઇ ગઇ છે. બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટોપ એક્ટર્સમાંથી છે. ત્યારે આ ફેમસ કપલને લઇ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. આ કપલના મેરેજ સંબંધિત સમાચાર સામે આવ્યાં છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના પ્રેમ સંબંધની અટકળો તો લાંબા સમયથી ચાલી રહી છે. એવામાં કપલના પ્રશંસકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તેઓ ક્યારે લગ્ન કરશે.પાછલા કેટલાક દિવસોથી સમાચાર આવી રહી છે કે કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ લગ્નની તારીખ નક્કી કરી લીધી છે અને બધી તૈયારીઓને ચોરીથી કરી રહ્યા છે . ડિસેમ્બરમાં બન્ને વર-વધુ બનશે અને બૉલીવુડના એક વધુ કપલ લગ્ન બંધમાં બંધાઈ જશે. પણ આ બન્ને જ આ સમાચાર પર ચુપ છે પણ મીડિયાથી કંઈ છુપાયેલુ નથી. હવે આ કપલની વેડિંગ સાથે સંકળાયેલી વાત સામે આવી છે.
જી હા… અત્યાર સુધી ભલે કહેવાઈ રહ્યુ હતુ કે બન્નેના લગ્ન દિલ્હીમાં થશે પણ લેટેસ્ટ અપડેટ છે કે લગ્ન દિલ્હી નહી પણ ચંડીગઢમાં થશે. તે પણ ત્યાંના ફાઈવ સ્ટાર રિસોર્ટમાં. સમાચાર છે કે અત્યારે કિયારા અને સિદ્ધાર્થ બન્ને જ વેડિંગ વેન્યુ પહોચીને બધુ ફાઈનલ કર્યો છે. હવે કપલની પસંદના મુજબ બધી તૈયારીઓ કરાશે. ચંડીગઢના ઓબેરૉય સુખવિલાસ સ્પા રિસોર્ટનું નામ સામે આવ્યું છે. જ્યાં આ કપલ લગ્ન કરી શકે છે. આમ તો તમને જણાવીએ કે અહીંયા જ રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન થયા હતા.
ડિસેમ્બરમાં થશે લગ્ન
આ દંપતીની લગ્નની તારીખની વાત કરીએ તો ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. તમને જણાવી દઈએ કે બંનેના પ્રેમની શરૂઆત શેરશાહના સેટ પર થઈ હતી અને હવે વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે. એક સમયે તેમની વચ્ચે બ્રેકઅપના સમાચાર પણ આવ્યા પરંતુ ટૂંક સમયમાં જ બંનેને અહેસાસ થયો કે તેઓ માત્ર એક બીજા માટે જ બનેલા છે.