સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની જોડી બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીઓ પૈકી એક છે. જોકે કપલે હજુ સુધી તેમના રિલેશન વિશે ખુલ્લીને વાત કરી નથી. પરંતુ તેમની પ્રેમની ખબર જગજાહેર થઇ ગઇ છે. બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટોપ એક્ટર્સમાંથી છે. ત્યારે આ ફેમસ કપલને લઇ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. આ કપલના મેરેજ સંબંધિત સમાચાર સામે આવ્યાં છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના પ્રેમ સંબંધની અટકળો તો લાંબા સમયથી ચાલી રહી છે. એવામાં કપલના પ્રશંસકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તેઓ ક્યારે લગ્ન કરશે. ત્યારે સોશિયલ મીડિયા પર કપલના મેરેજ વિશે સમાચાર સામે આવ્યાં છે કે, તેઓ છ મહિનાની અંદર લગ્ન કરશે.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એપ્રિલ 2023માં લગ્ન કરશે. આ ઉપરાંત સિદ્ધાર્થ અને કિયારા નજીકના મિત્રો અને પરિવાર સમક્ષ સપ્તપદીના વચન લેવાનું નક્કી કરી રહ્યાં છે. ત્યારબાદ તેઓ મુંબઇમાં ગ્રેન્ડ રિસેપ્શન આપશે. સિદ્ધાર્થ અને કિયારાએ પહેલી વખત ફિલ્મ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું.
ફિલ્મ શેરશાહના શૂટિંગ દરમિયાન બંનેને એકબીજા પ્રત્યે લગાવ થઇ ગયો હતો. ત્યારથી બંને એકબીડજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. તમને જણાવી દઇએ કે આ જોડીને ફેન્સ ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન બંનેમાં ખુબ પસંદ કરી રહ્યાં છે. તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારાને ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કિયારા સ્ક્રીન પર સિમપ્લ દેખાવાનું પસંદ કરે છે. જે ખુબ જ સારી બાબત છે. હું પણ તેમની પાસેથી આ શીખવા માંગું છું.