scorecardresearch

બાંગ્લાદેશ સરકારે ડાન્સ ક્વિન નોરા ફતેહીનો ડાન્સ શો કર્યો રદ, પૈસા બચાવવા માટે સરકારે લીધો નિર્ણય?

મંત્રાલયે તેના નિવેદનમાં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અંગે ઉલ્લેખ કરતા લખ્યું હતું કે, નોરા ફતેહીને વૈશ્વિક સ્થિતિ અને દેશનું વિદેશી મુદ્રા ભંડારને જાળવી રાખવાના હેતુથી શોની પરવાનગી આપવામાં આવી નથી.

બાંગ્લાદેશ સરકારે ડાન્સ ક્વિન નોરા ફતેહીનો ડાન્સ શો કર્યો રદ, પૈસા બચાવવા માટે સરકારે લીધો નિર્ણય?
નોરા ફતેહી ફાઇલ ફોટો

અભિનેત્રી અને અદ્ભૂત નૃત્ય કરનાર નોરા ફતેહી માટે ખરાબ સમાચાર સામે આવ્યાં છે. બાંગ્લાદેશમાં આયોજિત તેમના ડાન્સ શોને બાંગ્લાદેશ સરકારે રદ્દ કરવાનો મોટો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશ સરકારે ડોલર બચાવવા માટે આ નિર્ણય લીઘો હોવાનું કારણભૂત છે.

નોરા ફતેહી બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આયોજિત વિમેન લીડરશીપ કોઓપરેશન કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. આ સાથે નોરા આ કાર્યક્રમમાં જબરદસ્ત પર્ફોમન્સ આપી ધમાલ મચાવવાની હતી. જેને લઇને બાંગ્લાદેશના સાંસકૃતિક મામલાના મંત્રાલયએ વિસ્તૃત નિવેદન બહાર પાડ્યું છે.

મંત્રાલયે તેના નિવેદનમાં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અંગે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, નોરા ફતેહીને વૈશ્વિક સ્થિતિ અને દેશનું વિદેશી મુદ્રા ભંડોળને જાળવી રાખવાના હેતુથી શોની પરવાનગી આપવામાં આવી નથી. મંત્રાલયે વધુમાં દેશના કેન્દ્રીય બેંક દ્વારા ડોલરની ચૂકવણીની કડકાઇનો હવાલો આપતા કહ્યું હતું કે, આ નિર્ણયને ધ્યાને રાખીને જ નોરાનો શો કેન્સલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હાલ બાંગ્લાદેશ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે. BBCના એક રિપોર્ટ પ્રમાણે દેશનું વિદેશી ભંડોળ તળિયે આવીને માત્ર 36.33 અરબ ડોલર પર આવી ગયું છે. જે ગયા વર્ષ સુધી 46.13 અરબ ડોલર હતું.

નોરા ફતેહી આ દિવસોમાં ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના તેના કથિત સંબંધોને લઈને ચર્ચામાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ મામલાની તપાસ કરી રહી છે અને ભૂતકાળમાં નોરા ફતેહીની પણ પૂછપરછ કરી હતી. જેમાં નોરાએ દાવો કર્યો હતો કે તે ક્યારેય સુકેશને મળી નથી, માત્ર વોટ્સએપ પર વાતચીત કરી હતી.

નોરા ફતેહીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે આ દિવસોમાં ‘ડાન્સ દીવાને જુનિયર’ને જજ કરી રહી છે. શોના વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે, જેમાં નોરાને સ્પર્ધકો સાથે અથવા તો શોમાં આવેલા ગેસ્ટ સાથે પરફોર્મ કરતી જોઈ શકાય છે. આ સિવાય નોરા સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ ‘થેંક ગોડ’ના પ્રખ્યાત ગીત ‘માણિકે’ની હિન્દી રિમેકમાં પણ જોવા મળે છે.

Web Title: Bollywood celebrity nora fatehi dance show cancel by bangladesh government save money

Best of Express