હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો પરેશ રાવલ ફરી ચર્ચામાં આવ્યાં છે. અભિનેતા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે, દરેક મુદ્દા પર તેનો મંતવ્ય પ્રગટ કરતા હોય છે. તાજેતરમાં પરેશ રાવલે સિનેમામાં આવેલા બદલાવ અને તેના તથ્યો અંગે ખુલ્લીને વાત કરી છે.
હકીકતમાં પરેશ રાવલે (Paresh Rawal) નીલેશ મિશ્રાનો શો ધ સ્લો ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, ‘સિનેમા તેના ગોલ્ડન પીરિયડમાં છે અને મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું છે.જે પ્રકારના અમારી પાસે લેખક, નિર્દેશક તેમજ એક્ટિંગ ટેલેન્ટ છે, તેના અનુરૂપ અમે ગોલ્ડન સિનેમા તરફ એક પગલું ભર્યું છે. પ્રોડ્યૂસર્સના માઇન્ડસેટ, સંસ્કૃતિ તેમજ ફાઇનાન્સ તમામ વસ્તુઓમાં બદલાવ આવી રહ્યો છે. આ બદલાવનું કારણ ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) છે. સાથે જ દર્શકો પણ આગળ વધી રહ્યા હોવાનું પરેશ રાવલે સ્પષ્ટ કર્યું છે.
પરેશ રાવલે વધુમાં જણાવ્યું હતુ કે, સિનેમાઘર હોય કે ઓટીટી દર્શકો સારા કન્ટેટના જ વખાણ કરે છે, જો સારું ન હોય તો તેને છોડી દે છે. ત્યારે હવે સ્ટાર્સને પણ એક્ટિંગ કરવી પડશે, કેરેક્ટર પ્લે કરવો પડશે. સિનેમામાં આવતા પરિવર્તનને પગલે સ્ટાર્સ એક જ પ્રકારની હરકત કરશે તો નહીં ચાલે. કારણ કે દર્શક હવે સારું કન્ટેટ ઇચ્છે છે અને સૌથી મજાની અને રોમાચિંત વાત એ છે કે, જે સ્ટાર્સ હતા એ હવે સ્ટાર્સ રહ્યા નથી. દિવ્યેંદુ, પંકજ ત્રિપાઠી, વિક્રાંત મૈસી એક સ્ટાર છે.આજે જામતાડાના કલાકાર સ્ટાર છે. પરેશ રાવલે વધુમાં કહ્યું કે, સ્ટારડમ હવે કાયમ માટે રહ્યુ નથી, જે પ્રકારે પહેલા થતું હતું. જ્યારે હવે સ્ટાર્સ જ્યાં સુધી સારું પ્રદર્શન કરતા રહેશે ત્યાં સુધી તે સ્ટાર રહેશે.
આ ઉપરાંત પરેશ રાવલે ઘટસ્ફોટ કર્યો હતો કે, પહેલા લોકો વિદેશથી સ્ક્રિપ્ટ ચોરી કરતા હતા. પરંતુ હવે તો તેમની ઓફિસ પણ અહીંયા છે. ત્યારે હવે કોપી કેસમાં તેમના વકીલ તમને નોટિસ મોકલી શકે છે. એટલે હવે કોપી કરનારાઓ માટે તમામ દ્વાર બંધ થઇ ગયા છે. જેને પગલે હવે વાસ્તવિક ઘટનાઓ અને સ્ક્રિપ્ટ પર કામ શરૂ થયું છે. આપણે કેટલા મુર્ખ હતા કે આપણા દેશમાં આટલી વિશાળ સમૃદ્ધ સામગ્રી છે, આપણે એનો કચરો સામગ્રી ચોરી કરતા હતા.
તમને જણાવી દઇએ કે, પરેશ રાવલને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ‘પદ્મ શ્રી’થી વર્ષ 2014માં એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં હતા. સાથે જ સર્વશ્રેષ્ઠ હાસ્ય અભિનેતા ફિલ્મફેયર પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. પરેશ રાવલની કોમેડી ફિલ્મ ‘ફીર હેરા ફેરી’, ‘વેલકમ’ જેવી ફિલ્મો કાયમ માટે લોકોને યાદ રહેશે. પરેશ રાવલે બોલિવૂડ સિવાય રાજકારણમાં પણ રસ દાખવ્યો હતો. તેઓ વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં ગુજરાતના અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી જીતી સાંસદ સભ્ય બન્યા હતા.