હિન્દી સિનેમાની ખૂબ જ સુંદર અભિનેત્રી રતિ અગ્નિહોત્રી આજે (10 ડિસેમ્બર) તેનો 62મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમનો જન્મ વર્ષ 1960માં ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં થયો હતો. અભિનેત્રીને બાળપણથી જ અભિનય પ્રત્યે વિશેષ આકર્ષણ હતું, તેણે 10 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કરવાનું શરૂ કર્યુ હતું. આ બાદ તે 16 વર્ષની બાલી ઉંમરમાં હીરોઈન તરીકે પ્રચલિત થઇ હતી.
અભિનેત્રી રતિની પ્રતિભાને તમિલ નિર્દેશક ભારતી રાજાએ ઓળખી અને માત્ર 16 વર્ષની ઉંમરે તેને ફિલ્મ ‘પુડિયા વરપુકલ’માં કામ કરવાનો અવસર આપ્યો હતો. તેની પહેલી ફિલ્મ સુપરહિટ ગઇ અને પછી તેને એક પછી એક ફિલ્મો ઓફર થવા લાગી હતી.રતિ હિન્દી ફિલ્મો માટે જાણીતી છે, પરંતુ તે સાઉથ ઈન્ડસ્ટ્રીની પ્રચલિત અભિનેત્રી રહી ચૂકી છે. તેણે 32 તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
રતિને દક્ષિણ ભાષામાં આવડત ન હોવાને કારણે તે હિન્દીમાં લખાવીને તમિલ સંવાદો બોલતી હતી. જો કે જ્યારે તેને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ થયું તો ત્યારે તેણે તમિલ ભાષા શીખી લીધી હતી અભિનેત્રી રતિએ અગ્નિહોત્રી સાઉથ સુપરસ્ટાર રજનીકાંત, ચિરંજીવી સહિતના સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. આ દિગ્ગજ કલાકારો પોતાના કૌશલ્ય અને દમદાર એક્ટિંગથી લોકોના દિલો પર રાઝ કરે છે.
આ પણ વાંચો: દિગ્ગજ અભિનેત્રી વીણા કપૂરની પુત્રએ કરી હત્યા, મૃતદેહને ફ્રિજમાં છુપાવી ઠેકાણે લગાવ્યો
વર્ષ 1981માં રતિએ ‘એક દુજે કે લિયે’ ફિલ્મથી હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ આજે પણ લોકોની ફેવરિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં અભિનત્રી રતિ સાથે દિગ્ગજ અભિનેતા કમલ હાસન હતા. બંનેની જોડીને દર્શકોએ ખૂબ વખાણી હતી.
1985માં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડેબ્યૂના 4 વર્ષ પછી રતિએ બિઝનેસમેન અને આર્કિટેક્ટ અનિલ વિરવાની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી પતિ ઈચ્છતો હતો કે રતિ ફિલ્મોમાં કામ ન કરે. આ દરમિયાન 1986માં રતિએ પુત્ર તનુજને જન્મ આપ્યો. જો કે આ પછી પણ તેણે 2 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ રતિ અને તેના પતિ વચ્ચે ઝઘડા થયા. આટલું જ નહીં પુત્ર થયા બાદ પતિએ રતિને માર મારવાનું શરૂ કરી દીધું હતું.
રતિ અગ્નિહોત્રીએ 2015માં આર્કિટેક્ટ પતિ અનિલ વિરવાની પર ચાકુ મારવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા પણ રતિ અગ્નિહોત્રીએ તેના પતિ વિરુદ્ધ ઉત્પીડન, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી. 2015માં એક ઈન્ટરવ્યુમાં રતિએ કહ્યું હતું કે તેણે લાંબા સમય સુધી પતિના જુલમ સહન કર્યા હતા. પરંતુ હવે તમામ હદો વટાવી દેવામાં આવી છે. તેણી માત્ર તેના પુત્ર તનુજના ખાતર ચૂપ રહી કારણ કે તેણી તેને ઝઘડાઓથી દૂર રાખવા માંગતી હતી.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર લોકોએ બિગ બોસ પર લગાવ્યો ગંભીર આરોપ, પ્રશંસકો પરેશાન
સાઉથની ઘણી ફિલ્મો કર્યા પછી રતિએ બોલિવૂડની ફિલ્મો કરી
સાઉથની ઘણી ફિલ્મો કર્યા પછી રતિએ બોલિવૂડની ફિલ્મો કરી. ‘ફર્ઝ ઔર કાનૂન’, ‘કુલી’, ‘તવાયફ’, ‘હુકુમત’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું. 16 વર્ષ સુધી ફિલ્મોથી દૂર રહેલી રતિએ 2001થી ફિલ્મોમાં વાપસી કરી. તેણે ફિલ્મ ‘કુછ ખટ્ટી કુછ મીઠી’માં કાજોલની ગ્લેમરસ માતાની ભૂમિકા ભજવી હતી. આ પછી તેણે ‘યાદે’ અને ‘દેવ’માં પણ કામ કર્યું.