Bollywood First Lady Villain: બોલિવૂડમાં ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ પાસે રોલ્સ રોયસ જેવી લગ્જરી અને મોંઘી કારો છે પરંતુ ખુબ જ ઓછા લોકો જાણે છે બોલિવૂડ એક્ટ્રેસ નાદિરા પ્રથમ ભારતીય અભિનેત્રી હતી જેણે પોતાની ગેરેજમાં આ લગ્જરી ગાડીને રાખી હતી. શું તમે જાણો છો કે નાદિરા કોણ હતી? આવો અમે તમને જણાવીએ.
નાદિરાનું અસલ નામ ફ્લોરેંસ એજેકિલ હતું. તેમણે આજથી લગભગ 64 વર્ષ પહેલા 1960ના દાયકામાં રોલ્સ રોયસ કાર ખરીદીહ હતી. તે પ્રથમ ભારતીય ફિલ્મ સ્ટાર અને ભારતમાં આવી શાનદાર કારની માલિક બનનારી પ્રખ્યાત હસ્તિઓમાંની એક બની ગઈ હતી.
ઇરાકમાં બગદાદી યહૂદી પરિવારમાં નાદિરાનો જન્મે થયો હતો. 1930ના દાયકામાં તે પોતાના પરિવાર સાથે બોમ્બે (હવે મુંબઈ) આવીને વસી ગઈ હતી. તેણે 11 વર્ષની ઉંમરે જ કામ કરવાનું શરૂ કરી દીધુ હતું અને ઘરની આર્થિક જવાબદારી સંભાળી લીધી હતી.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રંપ ફેમિલી : ત્રણ પત્ની અને પાંચ સંતાન વિશે જાણો અજાણી વાતો
નાદિરાએ ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી પરંતુ વર્ષ 1952માં મહેબૂબ ખાનની ‘આન’એ તેને સ્ટાર બનાવી દીધી. તેમણે ‘શ્રી 420’, ‘દિલ અપના’ અને ‘પ્રીત પરાઈ’ જેવી ક્લાસિક ફિલ્મોમાં યાદગાર કામ કર્યું હતું. તે તે સમયની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક હતી. જોકે તેને મોટાભાગે સપોર્ટિંગ રોલ આપવામાં આવતા હતા.
‘પાકીઝા’ અને ‘જૂલી’ જેવી ફિલ્મોમાં એક બેંચમાર્ક સેટ કર્યો. તેની કારકીર્દી 6 દાયકા સુધી શાનદાર રીતે ચાલતુ રહ્યું અને છેલ્લે તે જોશ અને જોહરા મહલ જેવી ફિલ્મોમાં નજર આવી હતી.
નાદિરાએ પોતાની જિંદગીની છેલ્લી ક્ષણો મુંબઈમાં વિતાવી હતી. જ્યારે તેનો આખો પરિવાર ઈઝરાયલ જતો રહ્યો હતો. વર્ષ 2006માં લાંબી બીમારી બાદ 73 વર્ષની ઉંમરે તેનું નિધન થઈ ગયું. તે પોતાની પાછળ એક એવી વિરાસત છોડીને ગઈ, જેને જીતવોનો જુસ્સો અને હિમ્મત, ઓછી મહિલાઓમાં જોવા મળે છે.





