વાર્ષિક સંગીત ફંકશનમાં સર્વશ્રેષ્ઠ ભારતીય અભિનિયની શ્રેણીમાં મધુર અવાજ ધરાવનાર અને લોકપ્રિય સિંગર અરમાન મલ્લિકની બીજી વાર પસંદગી કરવામાં આવી છે. આ પહેલાં તેમણે વર્ષ 2020માં કંટ્રોલ ગીત માટે આ શ્રેણીમાં Mtv ઇએમએ જીત્યો હતો. આ ઉપરાંત અરમાને જણાવ્યું હતું કે, તેઓ Mtv ઇએમએમાં વધુ એક વધુ એક નોમિનેશનને લઇ ભારે ઉત્સાહિત છે.
અરમાને તેને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં મારા પ્રથમ સિંગ્લ ‘કંટ્રોલ’ માટે એવોર્ડ જીત્યો છે જે મારી કારકિર્દીમાં સીમાચિહ્ન હતું. હું મારી સાથે અન્ય પ્રતિભાશાળી નોમિનેટ થનારા તમામ વ્યકિતઓેને શુભેચ્છા પાઠવું છું. આ ક્ષણ આપણા બધા માટે અગત્યની છે.
અરમાન મલ્લિક બોલિવૂડમાં પોતાના લવ રોમેન્ટિક ગીત માટે પ્રખ્યાત સિંગર તરીકે ખ્યાતિ ધરાવે છે. 22 જુલાઈ 1995ના રોજ મુંબઈમાં જન્મેલા અરમાન મલિક સંગીતકારોના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના દાદા સરદાર મલિક બોલિવૂડના લોકપ્રિય ગાયક હતા. અરમાન અનુ મલિકનો ભત્રીજો છે. આ રીતે અરમાનને સંગીત વારસામાં મળ્યું છે. અરમાન મલિકના કંઠેથી મધુર અવાજમાં ગવાયેલા ગીતના દરેક લોકો દિવાના છે એટલું જ નહીં, તે તેના સારા દેખાવ માટે પણ લોકપ્રિય છે.
આ પણ વાંચો: જેના જીવન પર સુષ્મિતા સેનની વેબ સિરીઝ ‘તાલી’ બની છે એ શ્રીગૌરી સાવંત કોણ છે?
અરમાન મલિકે માત્ર 8 વર્ષની ઉંમરેથી ગાવાનું શરૂ કરી દીધું હતું. એટલે કે 8 વર્ષની ઉંમરમાં કારકિર્દી ઘડવા તરફ પ્રથમ પગલું ભર્યું હતું. જ્યારે અરમાન મલિકે ‘સા રે ગા મા પા લિ’લ ચેમ્પ્સની પ્રથમ આવૃત્તિમાં ભાગ લીધો હતો. ત્યારે તે માત્ર નવ વર્ષનો હતો. આ શોમાં ભલે તે વિજેતા ન બની શક્યો, પરંતુ તેણે ટોપ 7 સુધીની સફર પૂરી કરી.
આ પણ વાંચો: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી કરશે આ મહિનામાં લગ્ન, મુંબઇમાં આપશે ભવ્ય રિસેપ્શન
અરમાન મલિકે પોતાનું પ્રારંભિક શિક્ષણ જમનાબાઈ નરસી સ્કૂલમાંથી પૂર્ણ કર્યું અને ત્યાર બાદ તેણે બર્કલી કૉલેજ ઑફ મ્યુઝિક બોસ્ટનમાંથી સંગીતનું શિક્ષણ પૂરું કર્યું. શાળામાં પરીક્ષા આપવાની વચ્ચે જ તેને પહેલો બ્રેક પણ મળ્યો. પરીક્ષાની વચ્ચે શિક્ષક આવ્યા અને કહ્યું કે તેની માતા બહાર રાહ જોઈ રહી છે.
જ્યારે અરમાન બહાર આવ્યો તેણે જોયું કે વિશાલ-શેખરની જોડી તેની પાસેથી એક ગીત રેકોર્ડ કરાવા માંગે છે. તેણે આ ગીત અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘ભૂતનાથ’ માટે રેકોર્ડ કર્યું હતું. અરમાન મલિકે યુનિવર્સલ મ્યુઝિક વિડિયો હેઠળ 18 વર્ષની ઉંમરે તેનું પ્રથમ સોલો આલ્બમ બહાર પાડ્યું. તેમના મોટા ભાઈએ જ આ આલ્બમનો અવાજ તૈયાર કર્યો હતો.