scorecardresearch

અમિતાભ બચ્ચનથી લઇને બોલિવૂડના આ દિગ્ગજ સિતારાઓ આ વસ્તુઓને પોતાના માટે માને છે લકી

Bollywood Celebs Good Luck Charms: અમે તમને એવા જ કેટલાક સેલેબ્સની એવી વસ્તુઓ વિશે જણાવીએ છીએ જેને તેઓ પોતાના માટે લકી માને છે. આ લિસ્ટમાં સલમાન ખાન, કોજાલ વગેરે સામેલ છે.

bollywood celebrities movie news
બોલિવૂડ સ્ટાર્સ ફાઇલ તસવીર

લોકોને પ્રોફેશનલ લાઇફથી લઇને અંગત જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરવો પડે જ છે. જેમાં સેલેબ્સ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, ઘણી વખત લોકોને તેમની મહેનતનું યોગ્ય ફળ મળતું નથી. તેથી તેઓ પોતાનું નસીબ ચમકાવવા માટે અલગ-અલગ ઉપાયો શોધવા લાગે છે. આવી સ્થિતિમાં લોકો પોતાની પાસે રહેલી ઘણી વસ્તુઓને પોતાના માટે લકી ગણવા લાગે છે. કેટલાક તેમના બ્રેસલેટને નસીબદાર માને છે તો કેટલાક તેમના કાળા દોરાને પણ લકી માને છે. આ તકે અમે તમને એવા જ કેટલાક સેલેબ્સની એવી વસ્તુઓ વિશે જણાવીએ છીએ જેને તેઓ પોતાના માટે લકી માને છે. આ લિસ્ટમાં સલમાન ખાન, કોજાલ વગેરે સામેલ છે.

સલમાન ખાન લાંબા સમય સુધી જમણા હાથ પર ફિરોઝા પથ્થરમાંથી બનેલું બ્રેસલેટ પહેરે છે. ભાઈજાન તેને પોતાનો લકી ચાર્મ માને છે. એવું કહેવાય છે કે, આ ફિરોઝા પથ્થર ખરાબ નજરથી દૂર રાખવામાં મદદ કરે છે. સલમાન ખાને પોતે કેમેરા પર ઘણી વખત કહ્યું છે કે, જ્યારે તેણે તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી ત્યારે તેના પિતા સલીમ ખાને તેને આ બ્રેસલેટ પહેરાવ્યું હતું. ત્યારથી તે હંમેશા તેને પહેરી રાખે છે.

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું ફિલ્મી કરિયર એક સમયે ડૂબવાના આરે હતું. તેમની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ બતાવી શકી ન હતી. અમિતાભ બચ્ચનના જીવનમાં પૈસાની અછત હતી. તે સમયે તેણે નીલમ રત્નની વીંટી પહેરી હતી. કહેવાય છે કે આ વીંટી પહેર્યા બાદ તેમનું કામ પાટા પર આવી ગયું. ધીરે ધીરે તે લોકો માટે એક દિગ્ગજ સ્ટાર બની ગયા. આવી સ્થિતિમાં તે આ નીલમ રત્નની વીંટી પોતાના માટે ખૂબ જ લકી માને છે.

બોલિવૂડ અભિનેત્રી કાજોલે તેના જમણા હાથની રીંગ ફિંગરમાં ડાયમંડની ઓમ આકારની રીંગ પહેરે છે. કાજોલ આ વીંટીને પોતાના માટે ખૂબ જ લકી માને છે. કારણ કે આ વીંટી તેમને તેમના પતિ બોલિવૂડ એક્ટર અજય દેવગણે ગિફ્ટ કરી હતી. કાજોલ હંમેશા આ વીંટી પહેરે છે. કાજોલ કહે છે કે આ વીંટી પહેરવાથી પણ તેને શાંતિ મળે છે.

બોલિવૂડ એક્ટર રણવીર સિંહે પોતાના જમણા પગમાં કાળો દોરો બાંધ્યો છે. અભિનેતા આ કાળા દોરાને પોતાના માટે લકી માને છે. તેની માતાએ તેના પગ પર આ દોરો બાંધ્યો હતો. વાસ્તવમાં એક સમયે રણવીર સિંહ ખૂબ જ બીમાર પડી ગયો હતો. તે સમયે તેની માતાએ તેના પગમાં આ દોરો બાંધી દીધો હતો. ત્યારથી રણબીર સિંહે ક્યારેય આ દોરો છોડ્યો નથી.

આ પણ વાંચો: રોમેન્ટિક ગીતોના બાદશાહ અરિજીત સિંહ કરોડોની સંપત્તિનો માલિક છતાં આટલી સરળ જીવનશૈલી અપનાવે છે, એક કલાકના લાઈવ કોન્સર્ટ માટે લે છે આટલા કરોડનો ચાર્જ

હવે વિદ્યા બાલનની વાત કરીએ તો તે હંમેશા આંખોમાં કાજલ લગાવેલી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે તેમની આ ખાસ કાજલ પાકિસ્તાનથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. વાસ્તવમાં વિદ્યા બાલન આ કાજલને મેકઅપ તરીકે નહીં પરંતુ તેના સારા નસીબ માટે લગાવે છે. વિદ્યા બાલનનું માનવું છે કે હાશ્મી કાજલે તેની અંગત અને વ્યાવસાયિક જીવનને બહેતર બનાવ્યું છે.

Web Title: Bollywood stars good luck charms movies latest news

Best of Express