બોમન ઇરાની આજે તેનો 63મો જન્મદિવસ પરિવાર સાથે ઉજવી રહ્યા છે. ત્યારે બોમન ઇરાનીના ફિલ્મી કરિયર અંગે વાત કરીએ તો તેને અત્યાર સુધીમાં 50 ફિલ્મો કરી છે. તાજતેરમાં બોમન ઇરાની અમિતાભ બચ્ચન,અનુપમ ખેર સ્ટારર ફિલ્મ ‘ઉંચાઇ’માં મુખ્ય ભૂમિકામાં નજર આવ્યાં હતા.મહત્વનું છે કે,બોમન ઇરાનીને હિંદી ફિલ્મ ઇન્ડસ્ડ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવવા માટે આકરી મહેનત કરવી પડે છે.
જન્મ પહેલાં જ પિતાનું અવસાન
બોમન ઇરાનીના અંગત જીવનની વાત કરીએ તો તે ઘણા સંધર્ષોમાંથી પસાર થયા છે. કારણ કે તેમના પિતાનું અવસાન તેમના જન્મ પહેલા જ થઇ ગયું હતું. જેને પગલે તેનો ઉછેર તેની માતા અને બહેનોએ કર્યો છે. વર્ષ 2021માં બોમન ઇરાનીના માતાનું નિધન થઇ ગયું હતું.
42ની ઉંમરે ફિલ્મી કરિયરનો પ્રારંભ
બોમન ઇરાનીના ફિલ્મી કરિયરમાં એક રોમાચિંત વાત છે.જ્યારે લોકો નાની ઉંમરથી એક્ટિંગમાં કારકિર્દી બનાવવાનું શરૂ કરે છે, પરંતુ બોમન ઇરાનીએ 42 વર્ષની ઉંમરમાં ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો અને ટૂંક સમયમાં અભિનેતાએ બોલિવૂડમાં ખાસ વર્ચસ્વ સ્થાપ્યું. બોમન ઇરાની અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન,આમિર ખાસ સહિત દિગ્ગજ કલાકાર સાથે કામ કર્યું છે. વર્ષ 2003માં બોમન ઇરાનીએ સંજય દત્ત સ્ટારર ફિલ્મ ‘મુન્નભાઇ MBBS’ (Munnabhai MBBS)માં ચિંકીના પિતાનો રોલ અદા કર્યો હતો. જ્યાંથી તેમને ખુબ લોકપ્રિયતા મળી હતી. પરંતુ ફિલ્મ ‘થ્રી ઇડિયટસ’ (Three Ideiots )માં તેના વાયરલનો કિરદારે લોકો પર એ રીતે જાદુ ચલાવ્યો કે રાતો-રાત તે સફળતાની બુલંદિયો પર પહોંચી ગયા.
બોમન વેઈટરનું કામ કરતો હતો
આજે બોમન ઇરાનીનીનું નામ ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનેતાઓમાં સામેલ છે.ત્યારે એક સમયે તેઓ વેઇટર તરીકે કામ કરતા હતા. હા! બોમને લગભગ બે વર્ષ મુંબઈની તાજ હોટલમાં વેઈટર તરીકે કામ કર્યું હતું. તેની માતા એક નાની બેકરી ચલાવતી હતી, જેમાં બોમને તેની માતાને મદદ કરવા માટે હોટલની નોકરી છોડી દીધી હતી.
શ્યામક ડાવર સાથેની મુલાકાતે ભાગ્ય બદલ્યું
પ્રખ્યાત કોરિયોગ્રાફર શ્યામક ડાવર સાથેની મુલાકાત બોમન ઈરાનીના બોલિવૂડમાં પ્રવેશનું માધ્યમ બન્યું.શ્યામક ડાવરે બોમન ઇરાનીને થિયેટર જોઇન કરવાની સલાહ આપી હતી.જેને પગલે તેને થિયેટરમાં કામ કરવાનું નક્કી કર્યું અને તેના ટેલેન્ટથી લોકો વાકેફ થયા તેમજ વર્ષ 2001માં અભિનેતાને બે અંગ્રેજી ફિલ્મની (Boman irani emnglish movie) ઓફર મળી.આ બાદ ધીમે-ધીમે તેને બોલિવૂડમાં પ્રવેશ કર્યો.
આ પણ વાંચો: શું છે રોનક કામદાર-દીક્ષા જોશીના સંબંધની લકીરો? જુઓ ટ્રેલર, આ છે ફિલ્મની વિશેષતા
બોમન ઇરાની હોલિવૂડ ફિલ્મો
બોમન ઈરાનીએ પહેલા હોલિવૂડની ફિલ્મો ‘એવરીબડી સેઝ આઈ એમ ફાઈન’, ‘લેટ્સ ટોક’ કરી અને પછી ‘ડરના મના હૈ’તથા ‘બૂમ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ પછી 2003માં આવેલી ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ અને ‘લક્ષ્ય’, ‘વીર-ઝારા’, ‘પેજ-3’, ‘નો એન્ટ્રી’ પછી તેણે એકથી વધુ ફિલ્મો કરી.