નિર્માતા બોની કપૂર આજે શુક્રવારે પરિવાર સાથે તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે. રાત્રે 12 વાગ્યે તેને પરિવાર સાથે કેક કટિંગ કરી શાનદાર રીતે બર્થડે ઉજવ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. બોની કપૂરે અત્યાર સુધીની શાનદાર ફિલ્મી કરિયરમાં લગભગ બોલિવૂડના તમામ દિગ્ગજ સ્ટાર સાથે કામ કરી ચૂક્યાં છે. ત્યારે તાજેતરમાં તેના જીવનની સૌથી મોટી અને સૂપરહિટ ફિલ્મ ‘મિ.ઇન્ડીયા’ વિશે કરેલા ખુલાસા અંગે વાત કરીએ.
તાજેતરમાં ફિલ્મ નિર્માતા બોની કપૂર અને જાહ્નવી કપૂર ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યા હતાં. આ દરમિયાન તેણે એક મજેદાર કિસ્સો શેર કર્યો હતો. આ શોમાં બોની કપૂરે ફિલ્મ મિ. ઇન્ડિયા સાથે જોડાયેલી કેટલીક રોમાચિંત વાતો શેર કરી હતી. બોની કપૂરની ફિલ્મ મિ.ઇન્ડયા વર્ષ 1987માં રિલીઝ થઇ હતી. જેણે એ સમયે ખલબલી મચાવી દીધી હતી. આ ફિલ્મનો જાદુ આજે પણ એટલો જ યથાવત જોવા મળે છે. આજે પણ સિને પ્રેમીઓ આ ફિલ્મને જોવાનું પસંદ કરે છે.

મિ.ઇન્ડિયા તેના સંવાદો અને ગીતને લઇ સૂપરહિટ ગઇ હતી. આ ફિલ્મમાં શ્રીદેવી, અનિલ કપૂર મુખ્ય પાત્રોમાં નજર આવ્યા. હતાં. મિ. ઇન્ડિયાને લઇ બોની કપૂરે જણાવ્યું હતું કે કંઇ રીતે VFX વગર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું અને દરેક વસ્તુ રિયલ હોવાના કારણે 380 દિવસમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયુ હતું.
બોની કપૂરે જણાવ્યું હતુ કે, મિસ્ટર ઇન્ડિયા એક એવી ફિલ્મ છે, જેમાં પોસ્ટ પ્રોડક્શન સમયે એક પણ શોર્ટ બનાવ્યો ન હતો. ફિલ્મમાં તમે જે પણ જોવા મળે છે તે કેમેરામાં શૂટ કરાયું હતું. અમારી પાસે અનૂપ પાટિલની નેતૃત્વવાળી ટીમ શાનદાર ટીમ હતી. જે ખુબ ટેલેન્ટેડ હતી. જેને આ ફિલ્મની કારિગરી પાછળ હાથ છે.
આ પણ વાંચો: મની લોન્ડ્રીંગ કેસ : જેકલીન ફર્નાન્ડીઝની શા માટે ધરપકડ નથી કરતા? કોર્ટે EDને પૂછ્યું
બોની કપૂરે ‘કાંટે નહીં કટતે ગીત’ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આ ગીતને શૂટ કરવા માટે 21 દિવસનો સમય લાગ્યો હતો. કારણ કે પહેલાં એવું નક્કી કરાયું હતું કે ગીતમાં એકલા શ્રીદેવીને લેવાના છે પછી અનિલ કપૂરે આ ગીતમાં આવવા માટે અનુરોધ કરતા તેમને સામેલ કરાયા હતા. તેમજ પરફેક્ટ શોર્ટ માટે એક કાચનું ઘર પણ તૈયાર કરાયું હતું.