નિર્દેશક બોની કપૂર અને તેની દીકરી જાહ્નવી કપૂરે ફિલ્મ મિલિ માટે પ્રથમ વાર સાથે કામ કર્યું છે. ત્યારે બોની કપૂરે સોશિયલ મીડિયા પર ભાવુક થઇ એક પોસ્ટ કરી છે. તેને સોશિયલ મીડિયા પર જૂની તસવીર શેર કરી લખ્યું હતું કે તે જાહ્નવી સૌથી મોટો પ્રશંસક છે. આ સાથે બોની કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે જાહ્નવી કપૂરનો જન્મ થયો તે સમયે મને દુનિયાનો બાદશાહ હોય તેવી અહેસાસ થયો હતો.
બોની કપૂરે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર જૂની તસવીર શેર કરી છે. જેમાં તે, શ્રીદેવી તેમજ જાહ્નવી કપૂર સાથે જોવા મળે છે. તસવીર શેર કરી બોની કપૂરે તેને થયેલો અહેસાસ શેર કરતા લખ્યું છે કે, ‘જ્યારે પહેલી વખત જાહ્નવીને જોઇ તો મને વિશ્વાસ થયો કે તે મને ગર્વ કરાવશે. હું સરળતાથી તેનો સૌથી મોટો પ્રશંસક છું’.
આ સાથે બોની કપૂરે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે, મને વિશ્વાસ છે કે મારી જેમ અન્ય દીકરીના પિતા પાસે મારા જેવી યાદો હશે. ત્યારે આવો શરૂથી શરૂ કરીએ અને આપણી પહેલી તસવીર શેર કરીએ જ્યારે #NanhiKaliની પહેલી વખત તમારી સાથે મુલાકાત થઇ. બોની કપૂરે આગળ લખ્યું છે કે, દરેક દીકરીને તેનું કેટલું મહત્વ છે તે જાણવાનો પૂરો અધિકાર છે.

જાહ્નવી કપૂરના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો તે ફિલ્મ ‘મિલિ’નું શૂટિંગ હાલ જ પૂર્ણ થયું છે. આ ઉપરાંત જાહ્નવી કપૂર ‘મિસ્ટર એન્ડ મિસેસ માહી’નું પ્રમોશન કરશે. આ ફિલ્મમાં તે રાજકુમાર સાથે નજર આવશે. આ સાથે જાહ્વવી કપૂર વરૂણ ધવન સાથે ફિલ્મ ‘બવાલ’માં પણ નજર આવશે.