Upcoming Movie Border 2 : સની દેઓલ (Sunny Deol) અને આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) વોર-ડ્રામા ફિલ્મ બોર્ડર 2 (Border 2) માટે હાથ મિલાવવાના હતા. જો કે, હવે એવા ન્યુઝ આવી રહ્યા છે કે આયુષ્માન ફિલ્મ છોડી દેવાનો નિર્ણય લીધો છે કારણ કે તેની પોઝિશન નિશ્ચિત નથી. સની દેઓલ અભિનિત આ ફિલ્મ બોર્ડર 2 27 વર્ષ બાદ આવી રહી છે.
બોર્ડર 2 મૂવી (Border 2 Movie)
જૂન 2024 આ વર્ષ સની દેઓલે સત્તાવાર રીતે બોર્ડર 2 ની જાહેરાત કરી હતી જે તેની 1997ની ફિલ્મની સિક્વલ છે જેનું નિર્દેશન અનુરાગ સિંહ કરશે. આ ફિલ્મમાં દેખીતી રીતે આયુષ્માન ખુરાના પણ દેખાવાનો હતો. જો કે, મિડ-ડેમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, બોર્ડર 2 ના નિર્માતાઓ સાથે મહિનાઓની લાંબી વાતચીત પછી, ખુરાનાએ સની દેઓલની આગેવાનીની વોર ડ્રામાને છોડી દેવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: Martin Trailer Out: સાઉથ મૂવી માર્ટિન નું ટ્રેલર લોન્ચ, ધ્રુવ સરજા પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાડશે
મીડિયા રિપોર્ટ અનુસાર ‘આયુષ્માન સિક્વલમાં એક સૈનિકની ભૂમિકા ભજવવા માટે વાતચીત કરી રહ્યો હતો. જ્યારે આયુષ્માન અને નિર્માતાઓ બંને સહયોગ કરવા આતુર હતા ત્યારે અભિનેતાને સનીની આગેવાની હેઠળની ફિલ્મમાં તેની પોઝીશન અંગે અચોક્કસ લાગ્યું હતું.’ આ દરમિયાન ઇન્ટરનેટ પર રિપોર્ટ વાયરલ થયા કે પંજાબી સિંગર દિલજીત દોસાંઝ પણ એસેમ્બલ કાસ્ટમાં જોડાયા છે. જો કે, સ્ત્રોતે જણાવ્યું કે હજી સુધી કંઈપણ પુષ્ટિ કરવામાં આવી નથી.
સુપ્રસિદ્ધ ફિલ્મ બોર્ડરના જૂન 2024 માં રિલીઝના 27 વર્ષ પૂર્ણ થયા અને સની દેઓલે તેની સિક્વલ બોર્ડર 2 ની સત્તાવાર જાહેરાત કરીને ચાહકોને ખુશ કર્યા હતા. સનીએ ઇન્સ્ટાગ્રામ પર એક જાહેરાતનો વીડિયો શેર કર્યો જેમાં પોસ્ટને કેપ્શન આપવામાં આવ્યું હતું કે ’27 સાલ પહેલે એક ફૌજી ને વાદા કિયા થા કી વો વાપસ આયેગા. ઉસ્સી વાદે કો પૂરા કરને, હિન્દુસ્તાન કી મિટ્ટી કો અપના સલામ કહેને, આ રહા હૈ’
આ દરમિયાન ફિલ્મ રીલીઝ અંગે એવા ન્યુઝ સામે આવ્યા છે કે નિર્માતા ભૂષણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા 26 જાન્યુઆરી 2026 પ્રજાસત્તાક દિવસે રિલીઝ થઇ શકે છે કારણ કે આ ફિલ્મ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીની ઉજવણી કરે છે અને નિર્માતાઓને લાગે છે કે ત્યાં 26 જાન્યુઆરી, 2026 કરતાં વધુ સારી બીજી કોઈ તારીખ નથી.