ભારતીય મૂળના ઋષિ સુનકની બ્રિટનના વડાપ્રધાન તરીકે બિનબહરિફ પસંદગી કરાઇ છે. જેને લઇને ટ્વિટર પર ચર્ચાએ જોર પકડ્યું છે. ઋષિ સુનકના પ્રધાનમંત્રી બન્યાની ઘોષણા થતા જ કોંગ્રસના સાંસદ શશિ થરૂરે ટ્વીટ કરીને પ્રશ્ન કર્યો છે. શશિ થરૂરે પોતાના વિચારોને પ્રગટ કરતા પૂછ્યું હતું કે, શું ભારતમાં આવું સંભવ છે? જે અંગે નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પ્રતિક્રિયા આપી છે. વિવેક અગ્નિહોત્રીએ જવાબ આપ્યો હતો કે પાર્ટી અધ્યક્ષની રેસમાં તમને હરાવનારા પણ દલિત હતા.
હકીકતમાં શશિ થરૂરે ટ્વીટ કર્યું હતું કે, “જો આવું બને તો મને લાગે છે કે આપણે બધાએ સ્વીકારવું પડશે કે બ્રિટનના લોકોએ ખૂબ જ દુર્લભ કામ કર્યું છે. તેમણે તેમના સૌથી શક્તિશાળી કાર્યાલયમાં લઘુમતી સમુદાયના સભ્યને અક અવસર આપ્યો છે. જ્યારે આપણે ભારતીય ઋષિ સુનક માટે ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે હું ઇમાનદારીથી પૂછું છું કે, શું ભારતમાં આ સંભવ છે?
શશિ થરૂરના આ ટ્વીટનો જવાબ આપતા વિવેક અગ્નિહોત્રીએ લખ્યું, “10 વર્ષ સુધી એક શીખ લઘુમતી સભ્ય વડાપ્રધાન હતા, જેનું શાસન ખ્રિસ્તી લઘુમતીમાંથી પાર્ટીના અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું અને તમને પાર્ટીના અધ્યક્ષ પદની રેસમાં હરાવનારા પણ એક જ દલિત હતા.”
રાષ્ટ્રપતિ તેમજ મહિલા વડાપ્રધાન તથા મહિલા રાષ્ટ્રપતિ. અમે આવી સ્થિતિમાં અવાજ નથી ઉઠાવતા. કારણ કે આપણે બ્રિટિશની જેમ નક્સલવાદી નથી. અલબત્ત આ તેમના માટે મોટી વાત છે. ત્યારે કોઇ ગપસપ ન કરે.
તેણે લખ્યું કે, બે ટર્મમાં શીખ પીએમ, મુસ્લિમ રાષ્ટ્રપતિ, મહિલા વડાપ્રધાન, મહિલા રાષ્ટ્રપતિ. અમે તેના વિશે બહુ અવાજ ઉઠાવતા નથી કારણ કે અમે અંગ્રેજોની જેમ જાતિવાદી નથી. અલબત્ત આ તેમના માટે મોટી વાત છે. વાત કર્યા વિના ગપસપ ન કરો.”
ઉલ્લેખનીય છે કે બ્રિટનના પૂર્વ પીએમ લિઝ ટ્રેસે 45 દિવસની અંદર વડાપ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ સુનકને આ રેસમાં મોખરે માનવામાં આવી રહ્યા હતાં. બ્રિટનના પૂર્વ પીએમ બોરિસ જોનસન જ્યારે આ રેસમાંથી પીછેહઠ કરી તો ઋષિ સુનકની દાવેદારી પર આખરી મોહર લાગી ગઇ અને સુનકને વડાપ્રધાન તરીકે જાહેરાત કરાઇ હતી.
મહત્વનું છે કે, કન્ઝર્વેટિવ પાર્ટીના ૩૫૭માંથી અડધો અડધ સાંસદોનું સમર્થન અગાઉથી જ મળી ચૂક્યુ હતું. રિશિ સુનકે ટ્વીટ કરીને વડાપ્રધાન બન્યા બાદ સૌથી પહેલા મંદ પડેલા અર્થતંત્રને સુધારવાની ખાતરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે બ્રિટન એક મહાન દેશ છે અને મને વડાપ્રધાન તરીકે બ્રિટનની સેવા આપવાનો મોકો મળ્યો છે તેને સૌભાગ્ય ગણું છું.