કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં બોલિવૂડની ઘણી હસીનાઓએ પોતાનો જલવો બતાવ્યો છે. પરંતુ ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તેને પોતાની ઝલક દેખાડી દીધી છે. જી હાં હું અહીંયા તેની વાત કરું છું જેની સુંદરતા પડખે કદી કોઇ ના આવી શકે એટલી સુંદરતા અને જેની આંખોની વિશ્વભરમાં ચર્ચા થાય છે. હવે તો તમે ઓળખી જ ગયા હશો કે હું કોની વાત કરું છું. દર વર્ષે પોતાના લૂકને લઈને ચાહકોની વચ્ચે હેડલાઈન્સમાં રહેતી ઐશ્વર્યા રાય બચ્ચનનો આ વર્ષનો લૂક પણ સામે આવ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને (Aishwarya Rai Bachchan) તાજેતરમાં 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં (76th Cannes Film Festival) હાજરી આપી હતી. સૌથી પહેલા ડિવા ગ્રીન કલરના કાફ્તાન ગાઉનમાં જોવા મળી હતી.
તેના થોડા કલાકો પછી, ઐશ્વર્યાએ મોટી મેટાલિક કેપ અને ગાઉન પહેરીને ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ (Aishwarya Rai Bachchan Red Carpet look) પર વોક કર્યું. તેના આ લુકને લોકોનો કંઇ ખાસ રિસ્પોન્સ નથી મળી રહ્યો. કેટલાક લોકોને તે ખૂબ જ ગ્લેમરસ લાગતી હતી તો ઘણા લોકોએ તેને જોરદાર ટ્રોલ કરી હતી.
ઐશ્વર્યાએ ગુરુવારે રાત્રે ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ડાયલ ઑફ ડેસ્ટિનીના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી અને રેડ કાર્પેટ પર જલવો વિખેર્યો હતો. કાન્સના રેડ કાર્પેટ પર આવતાની સાથે જ ઐશ્વર્યા રાય બચ્ચનની તસવીરો વાયરલ થઈ ગઈ હતી.
એક તરફ લોકો એક્ટ્રેસને કાન્સની ક્વીન કહી રહ્યા છે તો બીજી તરફ ઘણા લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. લોકો કહે છે કે તેણે સિલ્વર ફોઈલમાંથી ડ્રેસ બનાવ્યો છે.
બ્યૂટી ક્વીને આ ગાઉન સોફી કોચરના રેક્માંથી પસંદ કર્યો હતો. હૂડવાળા સિલ્વર કેપ ગાઉનને લઈને ઘણી ચર્ચા શરૂ થઈ ગઈ છે. હંમેશાની જેમ આ વખતે પણ એક્ટ્રેસનો લુક ચર્ચામાં રહ્યો છે.
તે જ સમયે, ઐશ્વર્યા રાયે કાન્સમાં સૌથી પહેલા ગ્રીન કલરનો વેલેન્ટિનો ડ્રેસ પહેર્યો હતો. જો કે, નેટીઝન્સ પણ તેના પહેલા દિવસના લુકથી પણ નાખુશ હતા. એક્ટ્રેસનો આ કાફ્તાન ડ્રેસ ઘણા લોકોને પસંદ ન આવ્યો.તેના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યા. જોકે તેના ફેન્સ તેનાથી ઘણા ખુશ લાગી રહ્યાં હતા.
ઐશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત, ઉર્વશી રૌતેલા, સારા અલી ખાન, માનુષી છિલ્લર, એશા ગુપ્તા, મૃણાલ ઠાકુર, ગુનીત મોંગા સહિતના ઘણા સ્ટાર્સે આ વર્ષે કાન્સમાં ડેબ્યૂ કર્યું હતું. દરેકનો લુક ઘણો વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરા ખાતે 76મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 16 મેથી શરૂ થયો હતો જે 27 મે સુધી ચાલશે.