વિશ્વભરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ધૂમ છે. આ ફેસ્ટિવલમાં દુનિયાની તમામ મોટી હસ્તીઓ સાથે બોલિવૂડની હસીનાઓ પણ કાતિલાના અવતારમાં પહોંચી છે. જેમાંથી એક છે સારા અલી ખાન. સારા અલી ખાન પોતાના દેશી લૂકના કારણે કાન્સમાં તો છવાય જ ગઇ છે, પરંતુ ચોતરફ તેની ચર્ચા થઇ રહી છે. સારા અલી ખાન તેની કાતિલ અદાઓથી મહેફિલ લૂંટી રહી છે.
76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી સારા અલી ખાન રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરતા છવાઇ ગઇ છે. સારા અલી ખાન કાન્સના પહેલા દિવસે એથનિક લહેંગામાં રેડ કાર્પેટ પર ઉતરી હતી. તેનો આ દેશી અંદાજ જોઇને ફેન્સ તો ઘાયલ જ થઇ ગયા હતા.

મહત્વનું છે કે, સારા અલી ખાને 24 કલાકમાં તેના ત્રણ લુકથી બધાને ચોંકાવી દીઘા છે. સારા અલી ખાન કાન્સ ફેસ્ટિવલના બીજા દિવસે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી અને હવે તેના લેટેસ્ટ લૂકે લોકોને ચકરાવે ચડાવી દીધા છે.
આ પણ વાંચો: રિચા ચઢ્ઢા ફિલ્મ ‘આઇના’માં અભિનય કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂ કરશે

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે સારા અલી ખાન બાઇડલ લૂકમાં જોવા મળી હતી. હવે સારા અલી ખાને સાડી પહેરીને રેટ્રો સ્ટાઇલથી તમામના હોશ ઉડાડી દીધા છે. સારા સાડીમાં ખુબ જ કમાલની લાગી રહી હતી. અહીં સારા અલી ખાને ક્રીમ સાડીમાં ઘણા આકર્ષક પોઝ આપ્યા હતા. હવે તેનો આ લૂક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ તસવીરોમાં તે રેટ્રો ફીલ આપી રહી છે. આ તસવીરો જોયા બાદ સારા અલી ખાનના ફેન્સ તેની તુલના દાદી શર્મિલા ટાગોર સાથે કરી રહ્યા છે.