Cannes Film Festival 2024 : વિશ્વની સૌથી લાંબી ફેશન ઇવેન્ટની લાખો રૂપિયાની એક ટિકીટ , ડિનર પાછળ કરોડોનો ખર્ચ, જાણો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશે સૂંપર્ણ વિગત

Cannes 2024 Date: દર વર્ષે મેં મહિનામાં ફિલ્મ જગતની સૌથી મોટી ઇવેન્ટ યોજાઇ છે. 30 વર્ષ પછી ભારતની ફિલ્મ Palme d'Or કેટેગરીમાં નોમિનેટ થઇ છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ક્યારે શરૂ થયો, તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને તેનો ઈતિહાસ (Cannes Film Festival History) શું છે, તો ચાલો તમને આ બધી બાબતો વિશે વિગતવાર જણાવીએ.

Written by mansi bhuva
Updated : May 14, 2024 12:55 IST
Cannes Film Festival 2024 : વિશ્વની સૌથી લાંબી ફેશન ઇવેન્ટની લાખો રૂપિયાની એક ટિકીટ , ડિનર પાછળ કરોડોનો ખર્ચ, જાણો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશે સૂંપર્ણ વિગત
Cannes Film Festival 2024 |લાખો રૂપિાની એક ટિકીટ , ડિનર પાછળ કરોડોનો ખર્ચ, જાણો કાનસ ફિલ્મ ફેસ્ટિવલનો ઇતિહાસ અને સૂંપર્ણ વિગત

Cannes Film Festival News in Gujarati: વિશ્વના સૌથી લાંબા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 (Cannes Film Festival 2024) નો શંખનાદ વાગી ગયો છે. આજે 14 મેથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઇ ગઇ છે. ફ્રાન્સના કાન્સ શહેરમાં 14 થી 25 મે દરમિયાન 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે મેં મહિનામાં ફિલ્મ જગતની સૌથી મોટી ઇવેન્ટ યોજાઇ છે. 30 વર્ષ પછી ભારતની ફિલ્મ Palme d’Or કેટેગરીમાં નોમિનેટ થઇ છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ક્યારે શરૂ થયો, તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને તેનો ઈતિહાસ (Cannes Film Festival History) શું છે, તો ચાલો તમને આ બધી બાબતો વિશે વિગતવાર જણાવીએ.

Cannes Film Festival 2024 | લાખો રૂપિાની એક ટિકીટ , ડિનર પાછળ કરોડોનો ખર્ચ, જાણો કાનસ ફિલ્મ ફેસ્ટિવલનો ઇતિહાસ અને સૂંપર્ણ વિગત

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શું છે?

20 સપ્ટેમ્બર, 1946ના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઇ. આ ઈવેન્ટમાં દુનિયાભરમાંથી પસંદગીની ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રી બતાવવામાં આવે છે. આ ઈવેન્ટના શરુઆતના સમયમાં 21 દેશોની ફિલ્મો બતાવવામાં આવી હતી. કાન્સનો ભારત સાથે પણ ખાસ સંબંધ છે અને તેની શરૂઆત વર્ષ 1946માં ચેતન આનંદની ફિલ્મ નીચા નગરથી થઈ હતી. આ લિસ્ટમાં રહેલી ઘણી ફિલ્મોને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત કરવામાં આવી છે. કાન્સ ફેસ્ટિવલમાં કોઈપણ ફિલ્મનું સ્ક્રીનિંગ ખૂબ જ મહત્ત્વનું હોય છે અને અહીં મળેલા એવોર્ડની ખૂબ પ્રશંસા થાય છે.

મળતી માહિતી અનુસાર, આ વર્ષે કાન્સમાં પહેલીવાર 9 ભારતીય ફિલ્મો સત્તાવાર રીતે પસંદ કરવામાં આવી છે. તો આ વર્ષે કાન્સમાં 8 ભારતીય ફિલ્મોનું પ્રીમિયર થશે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કોઇ ફિલ્મનું સ્ક્રીનિંગ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 1951માં રિલીઝ થયેલી રાજ કપૂરની આવારા, 1953માં રિલીઝ થયેલી ફિલ્મ દો બીધા જમીન, 1954ની બૂટ પોલિશ, 1955ની પાથેર પાંચાલી સહિત 1965ની ગાઇડ, આય ખાર જી, સલામ બોમ્બે, આઇ ઉડાન સહિત વર્ષ 2013માં રિલીઝ થયેલી ઇરફાન ખાનની ફિલ્મ લંચ બોક્સને કાન્સ સ્મમાનિત કરવામાં આવી છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ટિકિટ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સેલિબ્રિટી સિવાય જર્નાલિસ્ટ અને ફિલ્મ ક્રિટિક્સ પણ હાજરી આપી શકે છે. પરંતુ આ માટે તેઓએ ટિકિટ ખરીદવી પડશે, જેની કિંમત લાખો રૂપિયા છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ટિકિટની કિંમત 5 લાખ રૂપિયાથી લઈને 20 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. કાન્સની વેબસાઈટ પર જઈને ટિકિટ ઓનલાઈન બુક કરી શકાય છે.

કાન્સમાં ખાણીપીણી પાછળ આટલો ખર્ચ?

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ખાવાપીવા પર ઘણા પૈસા ખર્ચવામાં આવે છે અને ડિનર શહેરની હોટેલ બેરિયર લે મેજેસ્ટિકમાં હોય છે, જે મહેમાનોને લક્ઝરી અને આનંદથી ખવડાવે છે. મહેમાનોના ડિનર માટે જ 3 લાખ 47 હજાર ડોલર એટલે કે 2.8 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ 770 પાઉન્ડ એટલે કે 340 કિલોગ્રામ ડિનર માટે ફોઈ ગ્રાસ નામની ડિશ તૈયાર કરે છે, જે બતકના લીવરમાંથી બનેલી ખાસ ફ્રેન્ચ ડિશ છે. આ સાથે 110 પાઉન્ડ એટલે કે 49 કિલોનું કેવિઅર બનાવવામાં આવે છે, જે વિશ્વની સૌથી મોંઘી ડિશમાંથી એક છે અને તેને બનાવવામાં 1 કરોડ સુધીનો ખર્ચ થાય છે. ખાસ વાત એ છે કે આ ડિનર માટે દર વર્ષે 2000 કિલો કરચલા (લોબસ્ટર)નો ઉપયોગ કરવામાં આવે છે, જેની કિંમત 39 લાખ રૂપિયા છે.

આ ઈવેન્ટમાં ભાગ લેનારા મહેમાનો માટે વાઈન અને શેમ્પેઈન પણ સર્વ કરવામાં આવે છે અને વેબસાઈટ ધ હોલીવુડ રિપોર્ટર મુજબ સેરેમનીમાં 1990 શૈટો પેટ્રસ (1990 Chateau Petrus) વાઈન સૌથી વધુ સર્વ કરવામાં આવે છે, જેની એક બોટલની કિંમત 9390 ડોલર છે, તે વિશ્વમાં છઠ્ઠા ક્રમે આવતી સૌથી મોંઘી વાઈન છે. હોલિવૂડ રિપોર્ટર મુજબ ડિનર સિવાય અન્ય પ્રસંગો પર ડ્રિંક્સ, ફૂડ, લેસર લાઈટ, ફોટોગ્રાફ્સ અને મ્યુઝિક પાછળ 1,50,000 ડોલર એટલે કે 1 કરોડ 23 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

આ પણ વાંચો : TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દયા બેન ફરી જોવા મળશે? જેનિફર મિસ્ટ્રીએ કર્યો મોટો ખુલાસો

ફિલ્મો સિવાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સેલેબ્સ નવા ડિઝાઇનર્સના આઉટફિટનું પણ પ્રદર્શન કરે છે. ભારતીય સ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચન 2002થી લગભગ દર વર્ષે કાન્સમાં હાજરી આપે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ