બોલીવુડની આ અભિનેત્રીએ લગ્નના 14 વર્ષ બાદ પતિ પર લગાવ્યો મારપીટનો આરોપ, ઘરેલું હિંસાનો કર્યો કેસ

બોલીવુડ અભિનેત્રી સેલિના જેટલીએ મુંબઈની એક કોર્ટમાં ₹50 કરોડનું વળતર અને ₹10 લાખ માસિક ભરણપોષણ ભથ્થાની માંગણી કરતી અરજી દાખલ કરી છે. સેલિનાએ આરોપ લગાવ્યો છે કે પીટર હાગે તેને શારીરિક, માનસિક, જાતીય અને નાણાકીય હિંસાનો ભોગ બનાવ્યો હતો.

Written by Rakesh Parmar
November 25, 2025 18:33 IST
બોલીવુડની આ અભિનેત્રીએ લગ્નના 14 વર્ષ બાદ પતિ પર લગાવ્યો મારપીટનો આરોપ, ઘરેલું હિંસાનો કર્યો કેસ
પોતાની અરજીમાં જેટલીએ હાગ પાસેથી માસિક ₹10 લાખનું ભરણપોષણ માંગ્યું છે. (તસવીર: celinajaitlyofficial/Instagram)

અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા સેલિના જેટલીએ મુંબઈની એક કોર્ટમાં પોતાના પતિ, ઓસ્ટ્રિયાઈ નાગરિક પીટર હાગ સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે મંગળવારે હાગને નોટિસ જારી કરી છે, જેમાં કેસની સુનાવણી 12 ડિસેમ્બરે થવાની છે.

બોલીવુડ અભિનેત્રી સેલિના જેટલીએ મુંબઈની એક કોર્ટમાં ₹50 કરોડનું વળતર અને ₹10 લાખ માસિક ભરણપોષણ ભથ્થાની માંગણી કરતી અરજી દાખલ કરી છે. સેલિનાએ આરોપ લગાવ્યો છે કે પીટર હાગે તેને શારીરિક, માનસિક, જાતીય અને નાણાકીય હિંસાનો ભોગ બનાવ્યો હતો. પોતાની અરજીમાં સેલિનાએ જણાવ્યું છે કે, પીટર હાગે તેની આર્થિક સ્વતંત્રતા છીનવી લીધી હતી અને તેને કામ કરતા અટકાવી હતી. તેણીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પીટર હાગે તેને નોકરાણી કહીને તેના પર હુમલો કર્યો હતો.

Celina Jaitly, Celina Jaitly domestic violence case
સેલિના જેટલીએ પતિ વિરૂદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે.

“નો એન્ટ્રી” અને “ગોલમાલ રિટર્ન્સ” જેવી હિન્દી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી સેલિના જેટલીએ ઘરેલુ હિંસાથી મહિલાઓના રક્ષણ અધિનિયમ, 2005 હેઠળ અરજી દાખલ કરી છે. અભિનેત્રીએ જણાવ્યું છે કે તેણીને એટલી હદે હેરાન કરવામાં આવી હતી કે તેણીને અડધી રાત્રે ઓસ્ટ્રિયામાં તેના ઘરેથી ભાગી જવાની અને 11 ઓક્ટોબરના રોજ તેના ત્રણ બાળકોને પાછળ છોડીને ભારત પરત ફરવાની ફરજ પાડવામાં આવી હતી.

હાગે તેણીને 14 નવેમ્બર સિવાય તેના બાળકો સાથે મળવા કે વાત કરવાની મંજૂરી આપી ન હોવાનો આરોપ લગાવતા, જેટલીએ અપીલ કરી છે કે તેણીને તેના બાળકો સાથે સંપર્ક નકારવામાં ના આવે. અરજીમાં જણાવાયું છે કે હાગે ઓસ્ટ્રિયામાં છૂટાછેડાની કાર્યવાહી પણ શરૂ કરી છે. આ દંપતીએ 2011 માં લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: શું ધર્મેન્દ્રની સંપત્તિમાં હેમા માલિની અને તેમની પુત્રીઓને હિસ્સો મળશે?

પોતાની અરજીમાં જેટલીએ હાગ પાસેથી માસિક ₹10 લાખનું ભરણપોષણ માંગ્યું છે. તેણીએ કથિત દુર્વ્યવહારને કારણે થયેલી આવકના નુકસાન માટે ₹50 કરોડનું વળતર પણ માંગ્યું છે. અન્ય રાહતો ઉપરાંત જેટલીએ હાગને નિર્દેશ આપવાની પણ માંગ કરી છે કે તે તેના કબજામાં અને તેણી સાથે શેર કરેલા ઘર, અંધેરી, મુંબઈમાં એક ફ્લેટમાં પ્રવેશમાં દખલ ના કરે. તેમણે મુંબઈ અને વિયેનામાં મિલકતોને તેમના નિયંત્રણમાંથી દૂર કરવાને કારણે થયેલા કથિત નુકસાન માટે રૂ. 1.26 કરોડ અને ભંડોળના કથિત દુરુપયોગ માટે રૂ. 32 લાખનું વળતર પણ માંગ્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ