‘પુષ્પા 2’ની રિલીઝ પહેલા અલ્લુ અર્જુન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો

Pushpa 2 Allu Arjun: ફિલ્મની રિલીઝ પહેલા એક્ટર અલ્લુ અર્જુન મુશ્કેલીમાં મૂકાયો છે અને તેના વિરુદ્ધમાં હૈદરાબાદ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

Written by Rakesh Parmar
December 01, 2024 22:37 IST
‘પુષ્પા 2’ની રિલીઝ પહેલા અલ્લુ અર્જુન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો
Pushpa 2 Allu Arjun (તસવીર: સોશિયલ મીડિયા)

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ ‘પુષ્પા 2’ની રિલીઝને હવે થોડા જ દિવસો બાકી છે અને તે પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરતો જોવા મળી રહ્યો છે. જોકે, ફિલ્મની રિલીઝ પહેલા તેની કાસ્ટ વિવિધ કારણોસર ચર્ચામાં છે. એક તરફ રશ્મિકા મંદાનાની સગાઈના સમાચાર છે, જ્યારે હાલમાં જ અલ્લુના મેનેજર પર કથિત રીતે ફોન છીનવી લેવાનો આરોપ લાગ્યો હતો. હવે અભિનેતા સાથે જોડાયેલા એક સમાચાર સામે આવી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની રિલીઝ પહેલા એક્ટર અલ્લુ અર્જુન મુશ્કેલીમાં મૂકાયો છે અને તેના વિરુદ્ધમાં હૈદરાબાદ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

અલ્લુ અર્જુન વિરુદ્ધ FIR કેમ નોંધવામાં આવી?

ખરેખરમાં ‘પુષ્પા 2’ની રિલીઝ પહેલા મુંબઈમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાકારો પણ પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના ચાહકો સાથે વાત કરતા કહ્યું કે મારી પાસે ચાહકો નથી, પરંતુ ચાહકોની ફોજ છે. હું મારા બધા ચાહકોને ખૂબ પ્રેમ કરું છું અને મારા ચાહકો હંમેશા મારા માટે સેનાની જેમ ઉભા રહે છે. જો પુષ્પા 2 હિટ થશે તો તેની સફળતાનો શ્રેય પણ તેમને જશે.

આ પણ વાંચો: હોલિવૂડની આ 5 ડરામણી ફિલ્મોની આગળ ફેલ છે બોલિવૂડની ભૂતિયા ફિલ્મો, એકલા જોનારાને આવ્યા હાર્ટ એટેક

આવામાં શ્રીનિવાસ ગૌર નામના વ્યક્તિને અલ્લુ અર્જુન દ્વારા ‘આર્મી’ શબ્દનો ઉપયોગ પસંદ ન આવ્યો. તેણે હૈદરાબાદ પોલીસમાં જઈને અભિનેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તે વ્યક્તિનું કહેવું છે કે ચાહકો માટે આર્મી શબ્દનો ઉપયોગ કરવો ખોટું છે. આર્મી એક સન્માનનીય પોસ્ટ છે અને આર્મીના લોકો દેશની રક્ષા કરે છે. આવામાં તમે ચાહકોને આર્મી કહી શકો નહીં.

ફિલ્મ ક્યારે રીલિઝ થવાની છે

તમને જણાવી દઈએ કે સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પુષ્પા 2 ધ રૂલ’ 5 ડિસેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત તે 4 ડિસેમ્બર, 2024 ના રોજ અમેરિકામાં રિલીઝ થશે. જે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં જોવા મળશે. આમાં ફરી એકવાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની જોડી ચાહકોને જોવા મળશે.

થોડા દિવસો પહેલા જ તેનું ટ્રેલર બિહારમાં રિલીઝ થયું હતું, જેને લોકોએ ઘણું પસંદ આવ્યું હતું. હવે ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મ સારી કમાણી કરી રહી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ