Coolie Star Cast Fees | રજનીકાંત નું મુવી કુલી (Coolie) અને જુનિયર એનટીઆર નું વોર 2 મુવી એકબીજા સામે ટક્કરાશે, તેથી આ અઠવાડિયું સિનેમા લવર્સ માટે ખાસ છે. વોર 2 અને કુલી બંનેવ એકજ દિવસે 14 ઓગસ્ટ ના રોજ રિલીઝ થાય છે. કુલીમાં રજનીકાંત (Rajinikanth) ઉપરાંત, નાગાર્જુન, સત્યરાજ, શ્રુતિ હાસન, પૂજા હેગડે અને કન્નડ અભિનેતા ઉપેન્દ્ર જોવા મળશે.
કુલી મુવીમાં બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) નો પણ આ ફિલ્મમાં કેમિયો છે. શું તમે જાણો છો કે રજનીકાંતની કુલી મુવી માટે દરેક સ્ટારને કેટલી ફી મળી છે?
કુલીમાં રજનીકાંતે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ બનાવવામાં નિર્માતાઓએ ઘણા પૈસા ખર્ચ્યા છે. અહેવાલો અનુસાર આ ફિલ્મ લગભગ 350 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. આમાં તે દેવાની ભૂમિકામાં જોવા મળશે, જે સોનાનો દાણચોર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની ફી 150 કરોડ રૂપિયા હતી, પરંતુ પ્રી-બુકિંગને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ તેની ફી વધારીને 200 કરોડ રૂપિયા કરી દીધી છે.
કુલી માટે આમિર ખાનએ કેટલી ફી લીધી?
કુલીમાં અભિનેતા આમિર ખાન એક નાનકડી અમ્મર ભૂમિકા ભજવતો જોવા મળશે. તેને નાની ભૂમિકા માટે પણ સારી રકમ ચૂકવવામાં આવી છે. આમિરે ફિલ્મમાં દહા નામના ગેંગસ્ટરની ભૂમિકા ભજવી છે. લગભગ 15 મિનિટના રોલ માટે તેને 20 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
કુલીમાં સુપરસ્ટાર નાગાર્જુન પણ જોવા મળશે. તે સિમોનનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ માટે તેને લગભગ 10 કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે. સંગીતકાર અનિરુદ્ધ રવિચંદ્રને આ ફિલ્મ માટે લગભગ 15 કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે. ‘જેલર’ પછી, અનિરુદ્ધ ફરી એકવાર રજનીકાંત સાથે કામ કરી રહ્યો છે.
‘એક થા ટાઇગર’ દરમિયાન સલમાન ખાન અને કબીર ખાન વચ્ચે થયા હતા મતભેદ, છતા ‘બજરંગી ભાઇજાન’ માં કામ કર્યું
કુલી મૂવીનું દિગ્દર્શન લોકેશ કનાગરાજ દ્વારા કરવામાં આવ્યું છે. તે હાલમાં ઇન્ડસ્ટ્રીના સૌથી ડિમાન્ડિંગ ડિરેક્ટર્સમાંના એક છે. આ ફિલ્મ માટે તેને તગડી ફી પણ મળી છે. મળતી માહિતી મુજબ લોકેશ કનાગરાજને 50 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે લોકેશ માસ્ટર, વિક્રમ અને લીઓ જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે.





