બોલિવૂડ અભિનેત્રી અને કેદારનાથ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનાર સારા અલી ખાન આજકાલ ખુબ ચર્ચામાં રહે છે. સારા અલી ખાન આજકાલ ક્રિકેટર શુભમન ગિલ સાથેના તેના સંબંધોને લઇ ચર્ચામાં છે. આ દરમિયાન બંનેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. ત્યારે તાજેતરમાં શુભમન ગિલના નિવેદને પ્રશંસકોને મૂંઝવણમાં મૂકી દીધાં છે.
પ્રખ્યાત પંજાબી ચેટ શો ‘દિલ દિયા ગ્લામાં’ શુભમન ગિલને સારા સંબંધિત સવાલ પૂછ્યો હતો કે ઇન્ડ્સ્ટ્રીની સૌથી ફિટ એક્ટ્રેસ કોણ છે? શુભમના મોઢેથી સેકેન્ડભરમાં સારાનું નામ નીકળ્યું હતું. આ બાદ ફરીથી સવાલ કરવામાં આવ્યો હતો કે શું તે સારાને ડેટ કરી રહ્યો છે? આ સવાલનો જવાબ હતો ‘ શાયદ.’ આ બાદ શુભમનને પૂછવામાં આવ્યું હતું કે સારાની સત્ય હકીકત જણાવો. ક્રિકેટરે શરમાઇને જવાબ આપ્યો હતો કે સારાની સત્ય હકીકત તો જણાવી દીધી છે. કદાચ હા, કદાચ ના.’
શુભમનન ગિલના સારા સાથેના સંબંધને લઇ આ પ્રકારના રિએક્શન બાદ તેમના અફેયરની અટકળો સાચી હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટમાં સારા અને શુભમન તેના સંબંધને લઇ ચર્ચામાં આવ્યાં હતાં. તે સમયે એક પ્રશંસકોએ બંનેને દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં સાથે જોયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. ત્યારે હાલમાં જ બંને એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યાં હતા.
મહત્વનું છે કે, સારા અને શુભમનને વારંવાર સ્પોટ કરવામાં તો આવે જ છે. થોડા દિવસ પહેલાં જ બંનેનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં સારા ફ્લાઇટમાં કેટલાક ફેન્સ સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી. શુભમન સારાની બાજુની સીટ પર જોવા મળ્યો હતો.
આ પહેલા શુભમનનું નામ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેડુંલકર સાથે ચર્ચામાં આવ્યું હતું. એવામાં સારા અલી ખાન અને શુભમનના વાયરલ વીડિયોએ પ્રશંસકોને ચોકાવી દીધાં હતા. જે બાદ સારા તેંડુલકર અને શુભમનએ એક બીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધાં હતા.