Dabba Cartel Trailer | શબાના આઝમી ડ્રગ માફિયા બની

Dabba Cartel Trailer | ડબ્બા કાર્ટેલ ની વાર્તા મુંબઈના થાણેમાં રહેતી 5 મહિલાઓની છે, જે સામાન્ય મહિલાઓની જેમ ટિફિન સેવા ચલાવે છે. તે જ સમયે, સ્ટોરીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે એ વાતનો ખુલાસો થાય છે કે આ મહિલાઓ ટિફિન સેવાની આડમાં ડ્રગ માફિયા પણ ચલાવી રહી છે.

Written by shivani chauhan
February 19, 2025 08:15 IST
Dabba Cartel Trailer | શબાના આઝમી ડ્રગ માફિયા બની
ડબ્બા કાર્ટેલ ટ્રેલર । શબાના આઝમી ડ્રગ માફિયા બની

Dabba Cartel Trailer | ઓટીટી (OTT) પ્લેટફોર્મ્સ તેમના બેસ્ટ અને પુષ્કળ કન્ટેટ માટે એક ઉત્તમ પ્લેટફોર્મ છે. અહીં દર્શકોને હંમેશા કંઈક અનોખું અને અદ્ભુત જોવા મળે છે. આ દરમિયાન, નેટફ્લિક્સે હવે મહિલા ડ્રગ માફિયાઓ પર આધારિત એક નવા વેબ સિરીઝ ડબ્બા કાર્ટેલ (Dabba Cartel) ની જાહેરાત કરી છે, જેનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલર જોયા પછી, તમારા મનમાં ઘણા પ્રશ્નો ઉભા થશે, પરંતુ એકંદરે આ શો માટે તમારો ઉત્સાહ સાતમા આસમાને પહોંચશે. એવામાં અહીં તમને આ વેબ સિરીઝ ની બધી અહીં જણાવીશું

ડબ્બા કાર્ટેલ ટ્રેલર (Dabba Cartel Trailer)

નેટફ્લિક્સનો આ આગામી શો 28 ફેબ્રુઆરીથી ઓટીટી પર સ્ટ્રીમ થશે, જેમાં શબાના આઝમી, ગજરાજ રાવ, જ્યોતિકા, નિમિષા સજયન, શાલિની પાંડે, અંજલિ આનંદ, સાઈ તામહણકર, જીશુ સેનગુપ્તા, લિલેટ દુબે અને ભૂપેન્દ્ર સિંહ જાદવત ​​જેવા મહાન કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મહિલાઓ પર આધારિત આ શોની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શોનું દિગ્દર્શન હિતેશ ભાટિયા દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

ડબ્બા કાર્ટેલ સ્ટોરી (Dabba Cartel Story)

ડબ્બા કાર્ટેલ ની વાર્તા મુંબઈના થાણેમાં રહેતી 5 મહિલાઓની છે, જે સામાન્ય મહિલાઓની જેમ ટિફિન સેવા ચલાવે છે. તે જ સમયે, વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે એ વાતનો ખુલાસો થાય છે કે આ મહિલાઓ ટિફિન સેવાની આડમાં ડ્રગ માફિયા પણ ચલાવી રહી છે. આવી સ્થિતિમાં, જ્યારે આ સત્ય બહાર આવે છે, ત્યારે આ મહિલાઓની મુશ્કેલીઓ વધી જાય છે. આની એક ઝલક આપણે શોના ટ્રેલરમાં જોઈ શકીએ છીએ, જે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક છે.

ડબ્બા કાર્ટેલ ના નિર્માતા શિબાની અખ્તરે કહ્યું, ‘ડબ્બા કાર્ટેલ સાથે, અમે એક ગૃહિણીની સફરનું અન્વેષણ કરવા માંગતા હતા. આ મિત્રતા, વિશ્વાસઘાત અને શક્તિની વાર્તા છે. જે એવી દુનિયાની પર આધારિત છે જેનો ભાગ બનવાની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ સિરીઝ સાથે દર્શકોને એક રોમાંચક અનુભવ કરાવવા માટે અમે ઉત્સુક છીએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ