TV એક્ટ્રેસ દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી ફરી એકવાર માતા-પિતા બન્યા છે. 11 નવેમ્બર શુક્રવારે દેબીનાએ પુત્રીને જન્મ આપ્યો હતો. વાતની જાણકારી ગુરમીતે પોતે તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરીને કરી હતી. આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા યુઝર્સ અને સેલેબ્સ અભિનેત્રીને અભિનંદન પાઠવી રહ્યા છે.
એક્ટર ગુરમીત ચૌધરીએ ઈન્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરી હતી. શેયર કરેલી ફોટોમાં ગુરમીત પત્ની દેબીનાને કપાળ પર ચુંબન કર્યું છે જયારે દેબીના પોતાના બેબી બમ્પ ફ્લોન્ટ કરે છે અને હાથમાં બલૂન છે. જેના પર લખેલું છે પુત્રીનો જન્મ થયો છે. આ સાથે કેપ્શનમાં તેમણે લખ્યું છે કે આપણી પુત્રીનું આ દુનિયામાં સ્વાગત છે. ‘ અમે ફરી એકવાર માતા-પિતા બન્યા છીએ, આ સમયે અમે થોડી પ્રાઈવસી માંગી રહ્યા છીએ, કેમ કે અમારી પુત્રી સમયની પહેલાજ દુનિયામાં આવી ગઈ છે. તમારા આશીર્વાદ આપતા રહો અને પ્રેમ વરસાવતા રહો.
એપ્રિલમાં આપ્યો હતો પહેલી પુત્રીને જન્મ
અહીં જણાવી દઈએ કે આ વર્ષે 3 એપ્રિલે દેબીનાએ પહેલી પુત્રીને જન્મ આપ્યો હતો. તેના જન્મના એક મહિના પછી અભિનેત્રી ફરી વખત પ્રેગ્નેન્ટ થવાની ઘોષણા કરી હતી. અભિનેત્રીએ જયારે બીજી વખત પ્રેગ્નેન્સીના સમાચાર આપ્યા ત્યારે ખુબજ સાંભળવું પડ્યું હતું.
લોકોએ બહુજ ટ્રોલ કરી હતી. તે અભિનેત્રીએ ટ્રોલનો જવાબ પણ આપ્પ્યો હતો. લોકોએ કહ્યું કે તેઓએ બીજા બાળક પહેલા લિયાનાના ઉછેર પર ધ્યાન આપવું જોઈએ. તેના પર અભિનેત્રીએ કહ્યું હતું કે જોડિયા બાળકો હોય ત્યારે લોકો શું કરે છે. હવે શું કઈ આને અબોર્ટ કરાઈ દઈએ.
ગુરમીત-દેબીનાની લવ સ્ટોરી
અહીંયા જણાવી દઈએ કે દેબીના-ગુરમીત પૌરાણિક ટીવી પ્રસ્તુતિ ‘રામાયણ’ માટે જાણીતા છે. બંનેએ આ શોમાં સાથે કામ કર્યું હતું. આ શોમાં સીતા-રામના રોલમાં બંનેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. આ શો દરમિયાન બંને નજીક આવ્યા અને થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ 2011માં લગ્ન કરી લીધા. તેમના લગ્નના લગભગ 11 વર્ષ પછી, બંનેએ 3 એપ્રિલ 2022 ના રોજ તેમની પ્રથમ પુત્રીનું સ્વાગત કર્યું હતું.