Deepika Padukone Baby Bump Video : મહારાષ્ટ્રમાં આજે 20 મેએ લોકસભા ચૂંટણી 2024ના પાંચમાં તબક્કાની મતદાન પ્રક્રિયા શરૂ છે. ત્યારે અત્યાર સુધીમાં અક્ષય કુમાર સહિત ઘણા સેલિબ્રિટીઓ મતદાન કરી પોતાની ફરજ બજાવી ચૂક્યાં છે. બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકણ પણ પતિ રણવીર સિંહ અને પોતાના બેબી બંપ સાથે પોતાનો મત આપવા માટે પહોંચી હતી. હવે દીપિકા પાદુકોણનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયો છે.
આ વીડિયોમાં દીપિકા પાદુકોણ વ્હાઇટ કલરના શર્ટ અને બ્લેક ગોગલ્સમાં નજર આવી રહી છે. વીડિયોમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો પ્રેમ પણ જોવા મળ્યો હતો. રણવીર સિંહ બેબી બંપ સાથે ચાલવામાં તકલીફ પડતાં દીપિકા પાદુકોણની મદદ કરતો જોવા મળી રહ્યો છે.
હવે આ વીડિયો પર ફેન્સ ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, ‘હું બેબી બમ્પ જોઈ શકું છું. ઓહ માય ગોડ.’ જેઓ તેમના અલગ થવાની અટકળો લગાવી રહ્યા હતા તેમને પણ ચાહકોએ નિશાન બનાવ્યા. જો કે, કેટલાક લોકો હજુ પણ લખી રહ્યા છે કે કોઈ બમ્પ નથી, બાળક સરોગસીથી થશે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સપ્ટેમ્બર 2024માં પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે તેવા સમાચાર છે.