Deepika Padukone | દીપિકા પાદુકોણ વિશે સમાચાર છે કે તેને પ્રભાસની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’ (Spirit) માં કાસ્ટ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે તેણે આ માટે મોટી ફી લીધી હતી. પરંતુ અચાનક સમાચાર આવ્યા કે દીપિકા હવે આ ફિલ્મનો ભાગ નથી અને તૃપ્તિ ડિમરી હવે આ ફિલ્મમાં પ્રભાસ સાથે જોડી બનાવશે. દીપિકા પાદુકોણ ‘સ્પિરિટ’ મુવીમાં કેમ કામ કરવા નથી માંગતી તે ચર્ચા થઈ રહી છે, અહીં જાણો કારણ
દીપિકા પાદુકોણે ક્યા કારણથી ફિલ્મ છોડી?
સંદીપ રેડ્ડી વાંગા ફિલ્મ ‘સ્પિરિટ’નું દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણની જગ્યાએ તૃપ્તિ ડિમરીને લેવામાં આવી છે. પરંતુ દીપિકાના ચાહકો જાણવા માંગે છે કે તેણે આ ફિલ્મ કેમ છોડી દીધી હતી. ફ્રી પ્રેસ જર્નલ અનુસાર એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કોપ ડ્રામા ફિલ્મમાં ઘણા બોલ્ડ સિક્વન્સ પણ છે. આવી સ્થિતિમાં એવી અટકળો ચાલી રહી છે કે દીપિકાએ આ કારણોસર ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો.
રિપોર્ટ શું કહે છે?
થોડા દિવસો પહેલા, એવા અહેવાલો આવ્યા હતા કે દીપિકા પાદુકોણ હવે સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’નો ભાગ નથી. એવું કહેવામાં આવ્યું હતું કે નિર્માતાઓ દીપિકાની શરતોથી ખુશ ન હતા. અહેવાલ મુજબ દીપિકાએ એવી શરતો મૂકી હતી કે તે ફક્ત આઠ કલાક કામ કરશે અને તેલુગુ ડાયલોગ નહીં બોલે. આ ઉપરાંત ભારે ફી અને નફામાં હિસ્સો ઓફર કરવાનું કહ્યું છે. જોકે આ શરતોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
મિસ વર્લ્ડ 2025 સ્પર્ધા અધૂરી છોડી જતી રહી મિસ ઇંગ્લેન્ડ મિલા મેગી, આ કારણો જણાવ્યા
દીપિકા પાદુકોણને બદલે આ બોલ્ડ એકટ્રેસ હશે
દીપિકા પાદુકોણને બદલે હવે તૃપ્તિ ડિમરીની ફિલ્મમાં એન્ટ્રી થઈ છે. હવે પિંકવિલાના એક અહેવાલ મુજબ ફિલ્મમાં A-રેટેડ બોલ્ડ સિક્વન્સ હશે. એક સૂત્રએ પોર્ટલને જણાવ્યું કે ‘સ્પિરિટ’ ફિલ્મની સ્ટોરી તેલુગુ મનોરંજક ફિલ્મ જેવી છે. નિર્માતાઓ ‘એ-રેટેડ’ ટ્વિસ્ટ સાથે આ સ્ટાઇલમાં એક નવો વળાંક લાવી રહ્યા છે. આ ફિલ્મ એક્શન દ્રશ્યોથી ભરપૂર હશે અને એવું પણ જાણવા મળ્યું છે કે બંને મુખ્ય કલાકારો વચ્ચે બોલ્ડ દ્રશ્યો રજૂ કરવામાં આવશે. સંદીપ રેડ્ડી વાંગા દિગ્દર્શિત ફિલ્મ ‘એનિમલ’માં તૃપ્તિનો બોલ્ડ અવતાર દર્શકોએ જોયો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે શું આ અભિનેત્રી ‘સ્પિરિટ’માં પણ બોલ્ડનેસનો સ્પર્શ ઉમેરશે.
તૃપ્તિ ડિમરી ₹2 કરોડની નવી પોર્શ કાર સાથે જોવા મળી
તૃપ્તિ ડિમરી બોલિવુડમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. સ્ટાર વધવાની સાથે તેની જીવનશૈલી પણ વધુ વૈભવી બની રહી છે. સ્પિરિટમાં દીપિકા પાદુકોણને બદલ્યા પછી તૃપ્તિ ડિમરી હાલ લાઇમ લાઇટમાં છે. હાલમાં તેણી ₹2 કરોડની નવી પોર્શ સાથે જોવા મળી જે તેની સફળતા દર્શાવી રહી છે. દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ એમની અપકમિંગ મુવી સ્પિરિટમાં પ્રભાસ સાથે તેની જોડી બનાવી છે.





