ફિલ્મ ‘પઠાન’ જાન્યુઆરી 2023માં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના કલાકારો એટલે કે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ફિલ્મને લઈને પ્રમોશનલ એક્ટિવટીમાં ખુબ વ્યસ્ત છે. જે અંતર્ગત દીપિકા અને શાહરૂખ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. તાજેતરમાં દિપીકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આકર્ષક અને લાજવાબ 4 અલગ અલગ આર્ટિસ્ટ લુક શેર કર્યા છે. જેમાં દીપિકા અત્યંત આકર્ષક અને આત્મવિશ્વાસથી ભરપૂર લાગી રહી છે. દીપિકાએ તેના આ લુક શેર કરી ફેન્સને તેમની પસંદ અંગે સવાલ કર્યો છે.
દીપિકા પાદુકોણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી 4 અલગ અલગ તસવીરોમાં તેથી અમુકમાં ક્વિન જેવી લાગી રહી છે.જ્યારે અન્ય એક તસવીરમાં રોબોટિક લુકમાં જોવા મળી રહી છે. દીપિકાએ આ તમામ તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, મને આ તમામ તસવીરો પસંદ છે, આભાર. તમારી પસંદીદા તસવીર કંઇ છે?

દીપિકાએ આ પોસ્ટ શેર કરતાની સાથે જ દરેક પોતાનો ફેવરિટ લુક વિશે જણાવવા લાગ્યા હતા. કેટલાકને પહેલો ફોટો પસંદ આવ્યો તો કેટલાકને ત્રીજો ફોટો ગમ્યો.

એક તસવીરમાં દીપિકા પાદુકોણ એસ્ટ્રોનોટ જેવા અવતારમાં જોવા મળી રહી છે.જેના પર એક યુઝરે પ્રતિક્રિયા આપી છે કે,’તમારે હવે એક સાયફાઈ ફિલ્મ કરવી જોઈએ’.’જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે, ‘દીપિકા આ એપને પેઈડ પાર્ટનરશિપ હેઠળ પ્રમોટ કરી રહી છે’.

તમને જણાવી દઈએ કે, શાહરૂખ અને દીપિકા ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘બેશરમ રંગ’ના પોસ્ટર સતત શેર કરી રહ્યા છે. ફિલ્મનું પહેલું ગીત સોમવારે સવારે રિલીઝ થઇ ગયું છે.

જ્યારે ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. મહત્વનું છે કે, શાહરૂખ ખાન 4 વર્ષ બાદ ‘પઠાન’ફિલ્મથી કમબેક કરી રહ્યો છે. એવામાં આ ફિલ્મ હિટ જાય તે ખુહ મહત્વનું છે.