Deepika Padukone-Ranveer Singh : દીપિકા પાદુકોણ રણવીર સિંહ। કપલના પ્રેગ્નેન્સી ફોટોશૂટએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી, જુઓ ફોટા

દીપિકા અને રણવીરે ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 2018માં લગ્ન કર્યા હતા. અને 2024 માં ફેબ્રુઆરીમાં કપલે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.

Written by shivani chauhan
Updated : September 03, 2024 07:44 IST
Deepika Padukone-Ranveer Singh : દીપિકા પાદુકોણ રણવીર સિંહ। કપલના પ્રેગ્નેન્સી ફોટોશૂટએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી, જુઓ ફોટા
Deepika Padukone Ranveer Singh : દીપિકા પાદુકોણ રણવીર સિંહ । કપલના પ્રેગ્નેન્સી ફોટોશૂટએ ઇન્ટરનેટ પર ધૂમ, જુઓ ફોટા

દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) બન્ને માતા પિતા બનવા માટે તૈયાર છે. કપલનું બાળક આ મહિનાના અંતમાં આવવાનું છે. તેમના પ્રથમ બાળકના આગમન પહેલા, દીપિકા પાદુકોણ અને રણવીરે મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. તસ્વીરોમાં, દીપિકા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. અન્ય ફોટોઝમાં, કપલ ખુબજ ખુશ જોવા મળી રહ્યા છે.

તસ્વીરોમાં દીપિકા બ્લેક આઉટફિટ્સમાં જોઈ શકાય છે. જ્યારે પ્રથમ કેટલીક તસવીરોમાં અભિનેત્રીએ લેસી બ્રા અને કાર્ડિગન સાથે પેયરમાં મોમ જીન્સ પહેરેલી જોવા મળે છે, અન્ય ફોટામાં, દીપિકા બ્લેક પેન્ટસૂટમાં બોસ લેડી વાઇબ્સને ચૅનલ કરતી જોઈ શકાય છે. ત્રીજો આઉટફિટ સી થ્રુ મેક્સી ડ્રેસ હતો, જેમાં એક્ટ્રેસનો અદભુત લુક જોઈ શકાય છે. દીપિકાએ તેના ચોથા લુક માટે બોડીકોન ડ્રેસ દ્વારા બ્લેક સી પહેર્યો હતો, જેમાં તેણે તેના પતિ રણવીર સાથે પોઝ આપ્યો હતો.

આ પણ વાંચો: Aditi Rao Hydari : અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થ સાથે લગ્ન કરશે, વેડિંગ લોકેશન વિશે કર્યો ખુલાસો

ફોટો શેર કરતાં કપલે કૅપ્શનમાં થોડાક ઇમોજીસ મૂક્યા હતા. તેમની પોસ્ટ પર તેમના ચાહકો તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી હતી. અને કમેન્ટ સેક્શન ચાહકોના શુભેચ્છાઓથી ભરાઈ ગયું હતું.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહજામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં જવાના કલાકો પહેલા 29 ફેબ્રુઆરીના રોજ તેમના પ્રેગ્નેન્સીના સમાચાર શેર કર્યા હતા. કપલે એક પોસ્ટ કાર્ડ શેર કર્યું જેમાં બેબી એક્સેસરીઝના સુંદર ડ્રોઇંગ્સ સાથે સપ્ટેમ્બર 2024 લખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: દીપિકા પાદુકોણ-રણવીર સિંહએ બાંદ્રામાં આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યુ, કિંમત જાણી ચોંકી જશો, જુઓ વિડીયો

દીપિકા અને રણવીરે ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 2018માં લગ્ન કર્યા હતા. અને 2024 માં ફેબ્રુઆરીમાં કપલે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ