રાજધાની દિલ્હીમાં શરાબ નીતિ બનાવવા અને તેને લાગુ કરવાના કથિત ભ્રષ્ટાચારના મામલામાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ગઇકાલે 17 ઓક્ટોબરના રોજ પૂછપરછ કરાઇ હતી. જેને લઇને આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઇ ગયા છે.
આ દરમિયાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 8 ડિસેમ્બરના રોજ ગુજરાતના પરિણામ જાહેર થશે. આ લોકો ત્યાં સુધી મનીષને જેલમાં રાખશે. જેથી મનીષ ગુજરાત ચૂંટણીમાં પ્રચાર માટે ન જઈ શકે. મનીષ સિસોદિયાએ સીબીઆઈ સમક્ષ હાજર થતાં પહેલા કહ્યું કે તેમની તૈયારી મારી ધરપકડ કરવાની છે. ઘરમાં રેડ કરી, ગામમાં રેડી કરી પરંતુ કંઈ મળ્યું નહીં. તેમને સમગ્ર મામલાને ખોટો ગણાવતા કહ્યું કે આ લોકો મને જેલમાં નાખવા માગે છે જેથી હું ગુજરાત ન જઈ શકું. દિલ્હીના ડેપ્યુટિ સીએમે કહ્યું, ગુજરાતમાં સ્કૂલોની હાલત ખરાબ છે. યુવાનો બેરોજગાર છે.
અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધી જણાવ્યું હતું કે, ‘તેમનો આ બીજો સ્વતંત્રતા માટેનો સંઘર્ષ છે’. આ સાથે અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયા તથા સત્યેન્દ્ર જૈનની ક્રાંતિકારી શહીદ ભગત સિંહ સાથે સરખામણી કરી હતી. અરવિંદ કેજરીવાલના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વિવાદે જન્મ લીધો છે. આ વચ્ચે ફિલ્મમેકર અશોક પંડિતએ પણ આક્રોશમાં આવી ટ્વીટ કર્યું છે.
વિ્ખ્યાત ફિલ્મમેકરનું ટ્વીટ
વિખ્યાત ફિલ્મમેકર અશોક પંડિતે ટ્વીટ કર્યું હતું કે, ‘એવું કોણે કહ્યું કે ભગત સિંહ ચોર હતા? તમારા સાથિદારોએ ચોરી કરી છે. જ્યારે ભગત સિંહે આપણને સ્વતંત્રતા આપી છે, થોડું ટયુશન લઇ લો’.
યૂઝર્સે આપી પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા ઉપયોગકર્તાઓ પણ અશોક પંડિતના ટ્વીટ પર રસ દાખવી રહ્યા છે. તેઓ પણ આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જે અંતર્ગત રજનીકાંત નામના યૂઝરે લખ્યું હતું કે, ઇમાનદારીના નામ પર લૂંટ અને ભાઇચારોની આડમાં દંગા ભડકાવાના? શું આ છે તમારી અલગ રાજનીતિ? તો અન્ય એક યૂઝરે પ્રતિક્રિયા આપી છે કે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. પહેલા પોતાની કૃષ્ણ અને હવે તેમની સેનાની શહીદ ભગત સિંહ સાથે તુલના કરી રહ્યા છે. હવે તો તેમનો અંત નિશ્વિત છે.
આ પણ વાંચો: વૈશાલી ઠક્કરની સુસાઇડ નોટ મળી, એક્ટ્રેસને આત્મહત્યા કરવા મજબૂર કરનાર ‘રાહુલ’ કોણે છે?
યોગેશ નામના યુઝરે લખ્યું કે, ‘આદરણીય લોકનાયક, એક હવાલાબાઝ છે, બીજા પર દારૂ કૌભાંડનો આરોપ છે, જે તમારી સરકારના સચિવના કહેવા પર થઈ રહ્યો છે. ત્યારે મહેરબાની કરીને આવા ભ્રષ્ટ લોકોની શહીદ ભગત સિંહ સાથે તુલના કરીને તેમનું અપમાન ન કરો. જ્યારે કુમાર નામના યુઝરે લખ્યું છે કે, કેજરીવાલ જી સત્યેન્દ્ર જૈનને જામીન નથી મળી રહ્યાં, શું હજુ તમને તેઓ ઇમાનદાર લાગે છે? તો હિમાશું નામના એક યૂઝરે લખ્યું છે કે, આ તો ભગત સિંહનું અપમાન થયુ કહેવાય મુખ્યમંત્રી જી. કૃપા કરીને ભ્રષ્ટાચારના આરોપ વચ્ચે ઘેરાયેલા આરોપીઓની સરખામણી કરોડો ભારતીયોના દિલોમાં સ્થાન ધરાવનાર શહીદ ભગત સિંહ સાથે ન કરો.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ધાર્મિક લાગણીથી રાજકીય ‘લાભ’ મળશે!
ખરેખર તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટમાં લખ્યું છે કે, જેલના સળિયા અને ફાંસીનો ફંદો પણ ભગત સિંહના મક્કમ ઇરાદો અને વિચારોને બદલી ન શક્યા. આ આઝાદીની બીજી લડાઇ છે. મનીષ અને સત્યેન્દ્ર જૈન આજના ભગત સિંહ છે. 75 વર્ષ બાદ દેશને એક એવા શિક્ષણમંત્રી મળ્યાં છે, જેને ગરીબોને સારું શિક્ષણ આપી તેમનું ભવિષ્ય ઉજ્જવળ થવાની તેમનામાં આશા જગાડી છે. જેને પગલે કરોડો ગરીબોની દુઆ તેમની સાથે છે.