Devoleena Bhattacharjee : સાથ નિભાના સાથિયા (Saath Nibhana Saathiya) ટીવી સિરીઝમાં ગોપી વહુ નામથી જાણીતી થયેલ દેવોલિના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee) નો આજે 39 મો જન્મ દિવસ (Birthday) છે. ટીવી એકટ્રેસે બિગ બોસ (Big Boss)14 માં, ત્યારબાદ બિગ બોસ 15 માં અને બિગ બોસની 3 અલગ-અલગ સીઝનમાં સ્પર્ધક તરીકે પણ જોવા મળી હતી. અહીં સેલિબ્રિટી બર્થ ડે સિરીઝમાં એકટ્રેસ વધુ વિશે જાણીયે
દેવોલીના ભટ્ટાચાર્જી પતિ (Devoleena Bhattacharjee Husband)
ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee) એ મુસ્લિમ વ્યક્તિ શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા છે. હાલ દેવોલિના પ્રેગ્નેન્સી ફેઝમાંથી પસાર થઇ રહી છે તે ટૂંક સમયમાં બાળકની માતા બનશે. તાજતેરમાં સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા ફોટા પણ મુક્યા હતા.
દેવોલીના ભટ્ટાચાર્જી બર્થ ડે (Devoleena Bhattacharjee Birthday)
દેવોલીના ભટ્ટાચાર્જીનો જન્મ 22 ઓગસ્ટ 1985 માં એક આસામી-બંગાળી પરિવારમાં થયો હતો. તે ભારતીય ટેલિવિઝન અભિનેત્રી અને ટ્રેઈનેડ ભરતનાટ્યમ નૃત્યાંગના છે. તે સ્ટારપ્લસના લાંબા સમયથી ચાલતા લોકપ્રિય શો સાથ નિભાના સાથિયા ગોપી મોદીની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે.
દેવોલીના ભટ્ટાચારજી કારકિર્દી (Devoleena Bhattacharjee Career)
દેવોલીના એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના છે તેણે ઉચ્ચ અભ્યાસ નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન એન્ડ ટેકનોલોજીમાંથી કર્યો હતો. શરૂઆતમાં મુંબઈમાં ગિલી ઈન્ડિયા લિમિટેડમાં જ્વેલરી ડિઝાઈનર તરીકે કામ કર્યું હતું અને ત્યારે તેણે ડાન્સ રિયાલિટી સિરીઝ ડાન્સ ઈન્ડિયા ડાન્સ 2 માટે ઓડિશન આપ્યું ત્યારે સૌપ્રથમ નજરે પડી હતી. એનડીટીવી ઇમેજિનની સાવરે સબકે સપને પ્રીતો દ્વારા તેની અભિનય કારકિર્દીની શરૂઆત 2011 માં કરી હતી.
દેવોલિના ભટ્ટાચારજી નેટવર્થ (Devoleena Bhattacharjee Networth)
દેવોલિના ખૂબ જ ગરીબ પરિવારની હતી, તેના પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું અને તેની માતા સ્કિઝોફ્રેનિયાનો શિકાર હતી. તે દિવસોમાં અભિનેત્રીએ પણ વડાપાવ ખાઈને દિવસો પસાર કર્યા હતા. પરંતુ દેવોલીનાએ હાર ન માની અને ઘણા સંઘર્ષ બાદ આજે અભિનેત્રી એવા સ્ટેજ પર છે જ્યાં તે મુંબઈમાં કરોડો રૂપિયાની માલિક છે. હવે તે ખૂબ જ ભવ્ય જીવન જીવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેવોલિના ભટ્ટાચારીની કુલ સંપત્તિ લગભગ 7 કરોડ રૂપિયા એટલે કે 41 મિલિયન રૂપિયા છે.





