બૉલીવુડના ‘હેમેન’ ના નામથી પ્રખ્યાત ધર્મેદ્ર તેમના સમયના સૌથી સુપ્રસિદ્ધ સુપરસ્ટાર હતા. છોકરીઓ તેમના લૂક્સની પાછળ ઘેલી હતી. ધર્મેદ્ર એ કલાકારોમાંથી એક છે જેમણે પોતાની શાનદાર ભૂમિકાથી હંમેશા દર્શકોનેના દિલ જીત્યા છે. ધર્મેદ્રએ પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે.
ધર્મેદ્રએ મોટાભાગની ફિલ્મના પાત્રથી મોટા પડતા પર મોટી છાપ છોડી છે. ધર્મેદ્રને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે ફિલ્મમેકર લાઈફટાઈમ અચિવમેન્ટ અવાર્ડથી પણ સન્માનિત કર્યા હતા. ધર્મેદ્રની આજે પોતાનો 87 મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમનો જન્મ 8 ડિસેમ્બર, 1935માં લુધિયાણાના એક ગામમાં થયો હતો. તેમનું આખું નામ ધર્મ સિંહ દેઓલ છે.
ધર્મેદ્રએ પોતાના જીવનમાં ઘણા પ્રકારના ઉત્તર ચઢાવ જોયા છે. ધર્મેદ્ર પોતાની એકટિંગ સિવાય બૉલીવુડમાં પોતાના પ્રેમ સંબંધ માટે ખુબજ ચર્ચિત છે. લગ્ન સંબંધથી બંધાયા પછી પણ ધર્મેદ્રહેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. તેમના સમયના પ્રખ્યાત અભિનેત્રી મીના કુમારી સાથે પણ ધર્મેદ્રની અફેરની ચર્ચા ખુબજ થતી હતી.
મીના કુમારીના પ્રેમમાં હતા ધર્મેદ્ર :
ધર્મેદ્રએ પોતાના જીવનમાં ઘણા પ્રકારના ઉત્તર ચઠાવ જોયા છે. ધર્મેદ્રને હિન્દી સિનેમામાં ઓળખ બનવાનું ક્રેડિટ ક્યાંકને ક્યાંક મીના કુમારીને અપાય છે. મીના કુમારી અને ધર્મેદ્રને એક ફિલ્મમાં સાથે અભિનય કર્યો હતો. મીના કુમારી એક સ્ટાર હતી અને ધર્મેદ્ર સ્ટ્રગલિંગ એક્ટર હતા, સાથે કામ કરતા ધર્મેદ્રને મીના કુમારીના પ્રેમમાં પડી ગયા હતા. એવું પણ કહેવાય છે કે ધર્મેદ્રની સાથે કામ કરવાની ઈચ્છામાં મીના, ડાયરેક્ટરસની સામે તેમનેજ કાસ્ટ કરવાની શરત મૂકી હતી. પરંતુ મીના અને ધર્મેદ્રનો પ્રેમ લાંબો ટકી શક્યો નહિ અને બંનેવ અલગ થઇ ગયા હતા. ધર્મેદ્રથી અલગ થયા પછી મીનાના લગ્ન ફિલ્મમેકર કમાલ અમરોહી સાથે થયા હતા. આજે ધર્મેદ્રના જન્મદિવસના અવસર પર આજ ધર્મેદ્ર અને મીના કુમારીના જીવન સંબંધી એક કિસ્સો અહીં જણાવીશું.
આ પણ વાંચો: કાર્તિક આર્યને ‘ફ્રેડી’ની સિક્વલને લઇ ટ્વિટર આસ્ક સેશનમાં આપી હિંટ, દર્શકો ઉત્સાહિત
કમલ અમરોહીએ ધર્મેદ્રથી મીના કુમારીનો લીધો બદલો:
મીના કુમારીના લગ્ન ડાયરેક્ટર કમાલ અમરોહી સાથે થયા હતા, પરંતુ થોડી સમય પછી અમરોહી અને મીના કુમારીએ છૂટાછેડા લઇ લીધા હતા. છૂટાછેડા પછી મીડિયામાં ધર્મેદ્ર અને મીના કુમારીના અફેરની ચર્ચા ખુબજ થતી હતી. પરંતુ થોડા સમય પછી મીના અને ધર્મેદ્ર પણ અલગ થઇ ગયા હતા. ધર્મેદ્ર આ સંબંધમાંથી નીકળી આગળ વધી ગયા હતા. પરંતુ કમલ અમરોહીના દિલમાં હંમેશા આ વાતનો ગુસ્સો રહ્યો કે મીના કુમારી ધર્મેદ્રના પ્રેમમાં હતી.કમલ અમરોહીના નિર્દેશનમાં બનેલ ફિલ્મ રઝિયા સુલતાનમાં ધર્મેદ્ર સાથે હેમા માલિની હતા. કમાલએ શોટ માટે ધર્મેદ્ર પર કલંક લગાવ્યું હતું અને સીન શૂટ કર્યો હતો. કમાલએ માત્ર ધર્મેદ્રના કારણે મીના કુમારીને મળેલ તકલીફોના લીધે આવ્યું કર્યું હતું.