Dharmendra Health Update Today : બોલિવૂડના હીમેન ધર્મેન્દ્રને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર 87 વર્ષના છે. તેથી તેઓ વય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર, આ સારવાર માટે સની દેઓલ ધર્મેન્દ્રને અમેરિકા લઈ ગયો છે. જ્યાં તેઓની સારવાર 20 દિવસ સુધી ચાલશે.
સની પાજીએ વ્યસ્ત કાર્યકાળમાંથી બ્રેક લઈને તેના પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. મહત્વનું છે કે, સની પાજીની કારકિર્દી ફરી પાટા પર આવી ગઈ છે. તાજેતરમાં જ સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખુબ ધૂમ મચાવી હતી. ત્યારે વર્ષ 2023 પિતા અને પુત્ર બંને માટે ખૂબ જ લકી સાબિત થયું છે.
‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ધર્મેન્દ્રની દમદાર એક્ટિંગ
ધર્મેન્દ્ર હાલમાં જ કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યો હતો. ફિલ્મમાં ધર્મેન્દ્ર શબાના આઝમી સાથે રોમાન્સ કરતા જોવા મળે છે. આ ફિલ્મમાં બંનેના કિસિંગ સીને ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મમાં ધર્મેન્દ્રએ રણવીર સિંહના દાદાની ભૂમિકા ભજવી હતી.





