dharmendra love story: પીઢ અભિનેતા ધર્મેન્દ્ર લગભગ 11 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. જોકે પત્ની હેમા માલીનીએ ટ્વીટ કરીને તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી. ધર્મેન્દ્રની તબિયત હવે સ્થિર છે. તેઓ ઘણા દિવસોથી શ્વાસ લેવામાં તકલીફથી પીડાતા હતા અને તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી, ત્યારબાદ ડોક્ટરોએ તેમને ICUમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખ્યા હતા.
ધર્મેન્દ્ર અને હેમા માલિનીને ફિલ્મ ઉદ્યોગમાં એક આઈકોનિક કપલ માનવામાં આવે છે. તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી તેમની વાસ્તવિક પ્રેમકથા જેટલી જ સારી હતી. ફિલ્મના સેટ પર પ્રેમમાં પડેલા હેમા માલિની અને ધર્મેન્દ્રએ ખૂબ જ ફિલ્મી સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. હેમા માલિનીનો પરિવાર ઇચ્છતો ન હતો કે તેણી ધર્મેન્દ્ર સાથે લગ્ન કરે. તેમણે “ડ્રીમ ગર્લ” ના લગ્ન અભિનેતા જીતેન્દ્ર સાથે કરાવવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ ધર્મેન્દ્રએ ફિલ્મી સ્ટાઈલમાં લગ્ન રદ કરાવ્યા હતા.
ધર્મેન્દ્ર-હેમા માલિની ફિલ્મના સેટ પર પ્રેમમાં પડ્યા
ધર્મેન્દ્ર પહેલાથી જ પરિણીત હતા અને હેમા માલિની તેમના પ્રેમમાં ખૂબ જ ડૂબી ગયા હતા, આ નિર્ણય અભિનેત્રીના પરિવારને મંજૂર ના હતો. તેઓ 1970 ની ફિલ્મ “તુ હસીન મેં જવાન” દરમિયાન પ્રેમમાં પડ્યા હતા. ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ત્યાં સુધીમાં તેમનો પ્રેમ ખીલી ઉઠ્યો હતો. ધર્મેન્દ્રએ તે જ ક્ષણે નક્કી કર્યું કે તે હેમા માલિનીને પોતાનો જીવનસાથી બનાવશે.

લગ્નની વિરુદ્ધ હતો પરિવાર
અભિનેત્રીનો પરિવાર ધર્મેન્દ્ર અને હેમા માલિનીના લગ્નમાં અવરોધ બની ગયો. હેમા માલિનીનો પરિવાર તેના લગ્નનો સખત વિરોધ કરતો હતો. તેનું કારણ ધર્મેન્દ્રના પહેલા લગ્ન હતા. 1954 માં ધર્મેન્દ્રએ પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા. બાદમાં એક શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્ર હેમા માલિની સાથે પ્રેમમાં પડ્યા. હેમા માલિનીના પરિવારે ધર્મેન્દ્રની જાણ વગર હેમાના લગ્ન જીતેન્દ્ર સાથે ગોઠવી દીધા.
લગ્ન કેવી રીતે તૂટી ગયા
જીતેન્દ્રનો પરિવાર અને હેમા માલિનીનો પરિવાર લગ્નનું આયોજન કરવા માટે ચેન્નાઈ પણ ગયો હતો. જોકે ધર્મેન્દ્રને આ વાતની જાણ થતાં જ તે તરત જ બધું છોડીને ચેન્નાઈ ચાલ્યા ગયા. ત્યાં તેમણે હેમા માલિનીના પરિવાર સાથે વાત કરી પરંતુ તેઓએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આ પછી ધર્મેન્દ્રએ હેમા માલિનીને વિનંતી કરી અને કહ્યું કે તે તેને ખૂબ પ્રેમ કરે છે અને તેના વિના રહી શકતા નથી. આ પછી હેમા માલિનીએ જીતેન્દ્ર સાથેના લગ્ન તોડી નાખ્યા અને ચાલ્યા ગયા.
આ પણ વાંચો: જુઓ ધર્મેન્દ્ર અને હેમા માલિનીના લગ્નની તસવીરો અને ફેમિલી આલ્બમ
ધર્મ પરિવર્તન કર્યા પછી લગ્ન
જીતેન્દ્ર સાથેના લગ્ન તૂટ્યાના વર્ષો પછી ધર્મેન્દ્રએ હેમા માલિનીના પરિવારને તેની સાથે લગ્ન કરવા માટે મનાવી લીધા. બંનેએ 1980 માં લગ્ન કર્યા, આ લગ્નએ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું. એ નોંધવું યોગ્ય છે કે હેમા માલિની અને ધર્મેન્દ્રએ બીજો ધર્મ અપનાવ્યો કારણ કે ધર્મેન્દ્રએ તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર અને તેમના બાળકો, સની દેઓલ અને બોબી દેઓલને છોડવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે હેમા માલિની અને ધર્મેન્દ્રએ બીજો ધર્મ અપનાવ્યો અને લગ્ન કર્યા. તેમની પ્રેમકથા બોલીવુડની પ્રતિષ્ઠિત પ્રેમકથાઓમાંની એક છે.





