Ranveer Singh Dhurandhar Advance Booking : રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 5 ડિસેમ્બરે રિલિઝ થઈ રહી છે. આ ફિલ્મ રણવીર સિંહની કમબેક માનવામાં આવી રહી હતી, પરંતુ બોક્સ ઑફિસ પરના શરુઆતના ટ્રેન્ડ્સ જોતા એ કંઇક અલગ જ લાગે છે. આજકાલ આવતી ઘણી ફિલ્મો એડવાન્સ બુકિંગથી કરોડોની કમાણી કરે છે, પરંતુ રણવીરની ફિલ્મની શરૂઆત બહુ નબળી દેખાય છે. રણવીરની બે વર્ષમાં આ પ્રથમ સોલો રિલીઝ છે, પરંતુ આંકડા બહુ રસપ્રદ નથી.
Dhurandhar Advance Booking : ધુરંધર એડવાન્સ બુકિંગ
ધુરંધર ફિલ્મની ટક્કર ધનુષ અને કૃતિ સેનનની તેરે ઇશ્ક મેં સાથે થઇ રહી છે, પરંતુ તેમ છતાં આ એક્શન ફિલ્મ હજુ સુધી દર્શકોમાં બહુ લોકપ્રિય થઈ નથી. ખાસ કરીને ટાયર 1 શહેરોમાં ધુરંધરની એડવાન્સ બુકિંગ અપેક્ષા મુજબ વધી રહી નથી. રણવીર સિંહ સ્ટારર ફિલ્મે 3 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યા સુધી બ્લોક બુકિંગ સહિત એડવાન્સ સેલ્સથી માત્ર 5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વાસ્તવિક આંકડા દર્શાવે છે કે 3305 શોમાં માત્ર 58605 ટિકિટો વેચાઈ હતી, એટલે કે 2.58 કરોડ રૂપિયા.
ધુરંધર ફિલ્મે એડવાન્સ બુકિંગમાં કેટલી કમાણી કરી?
દિલ્હી એનસીઆરમાં આ ફિલ્મની 51.6 લાખ રૂપિયાની ટિકિટ વેચાઈ છે. મુંબઈમાં 38.59 લાખ રૂપિયાની ટિકિટ વેચાઈ છે. કર્ણાટકમાં 38.92 લાખ, તેલંગાણામાં માત્ર 12.2 લાખ, તામિલનાડુમાં 7.1 લાખ, કેરળમાં 1.7 લાખ, આંધ્ર પ્રદેશમાં 52240 અને ગોવામાં 59060 ટિકિટો વેચાઈ છે.
ધુરંધર 2025ના ટોચના બોલિવૂડ ઓપનરો કરતા ઘણી પાછળ છે, જેમાં 17.89 કરોડ રૂપિયાની કમાણી સાથે છાવા, 12.49 કરોડ રૂપિયાની કમાણી સાથે સૈયારા અને 32 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર વોર 2 સામેલ છે.
પ્રથમ દિવસની કમાણીની વાત કરીયે તો, પિંકવિલાના રિપોર્ટ અનુસાર, ધુરંધર ફિલ્મ 14 થી 18 કરોડ રૂપિયાની વચ્ચે ઓપનિંગ કરી શકે છે. તો સેકનિલ્કે શુક્રવારે 15 કરોડ રૂપિયાથી વધુની શરૂઆતનો અંદાજ લગાવ્યો છે. ધુરંધર એક હિન્દી જાસૂસ એક્શન થ્રિલર છે જેનું દિગ્દર્શન આદિત્ય ધર દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં રણવીર સિંહ, સંજય દત્ત, અક્ષય ખન્ના, આર માધવન અને અર્જુન રામપાલ છે.





