scorecardresearch

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ‘જેઠાલાલ’ ફેમ દિલીપ જોશીએ રાતોરાત ઘડાટ્યું 16 કિલો વજન, શું છે કારણ?

Dilip Joshi: દિલીપ જોશીએ તાજેતરમાં Mashable India સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેને તેના હેવી વેઇટને લઇને વાત કરી હતી.

dilip johsi| jethalal| tarak maheta ka ulta chashma
જેઠાલાલ ફેમ દિલીપ જોષી ફાઇલ તસવીર

Dilip Joshi On Weight Loss : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલના પાત્રથી ઘરે ઘરે લોકપ્રિય થનારા દિલીપ જોશીએ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. દિલીપ જોશીએ કહ્યું કે, તેણે રાતો રાત કેવી રીતે એક જ મૂવીમાં પોતાના રોલ માટે વજન ઘટાડ્યું હતું. દિલીપ જોશીએ તાજેતરમાં Mashable India સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેને તેના હેવી વેઇટને લઇને વાત કરી હતી.

ફિલ્મના રોલ માટે મારે મારું વજન ઘટાડવું પડ્યું હતું.

Mashable India સાથેના એક ઈન્ટરવ્યુ દરમિયાન દિલીપ જોશીએ કહ્યું હતું કે, મેં એક ગુજરાતી ફિલ્મ કરી હતી. તેનું શીર્ષક ‘હું હુંશી હુંશીલાલ’ હતું. તે એક ફેસ્ટિવલ ટાઇપની ફિલ્મ હતી, જેમાં 35-36 ગીતો હતા. તે રાજકીય વ્યંગ્ય પ્રકારની ફિલ્મ હતી. ફિલ્મના રોલ માટે મારે મારું વજન ઘટાડવું પડ્યું હતું.

દોઢ મહિનામાં જ મારું 16 કિલો વજન ઘટાડ્યું

આ સાથે જણાવ્યું હતું કે, તે સમયે હું નોકરી કરતો હતો અને ફિલ્મમાં તેમના રોલની તૈયારી પણ કરતો હતો. તેમણે આગળ ઉમેર્યું હતું કે, તે દિવસોમાં હું મારું સ્કૂટર પાર્ક કરતો હતો અને પછી સ્વિમિંગ ક્લબમાં કપડાં બદલ્યા બાદ હું વરસાદમાં મરીન ડ્રાઇવ પરની ઓબેરોય હોટેલ સુધી આખો રસ્તો જોગિંગ કરતો હતો અને ચાલતા ચાલતા જ પાછો જતો હતો. તેમાં 45 મિનિટનો સમય લાગતો હતો. આ રીતે મેં દોઢ મહિનામાં જ મારું 16 કિલો વજન ઘટાડ્યું હતું. અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે, હળવો વરસાદ પડી રહ્યો હતો, સૂર્યાસ્ત થઈ રહ્યો હોય અને સુંદર વાદળો, ખૂબ જ અદભુત હતો એ સમય.

દિલીપ જોષી ટ્રાવેલ એજન્સીમાં કરતા હતા કામ

દિલીપ જોશીએ એ પણ જણાવ્યું હતું કે, એક્ટર બનતા પહેલા પાંચ વર્ષ સુધી ટ્રાવેલ એજન્સીમાં કામ કર્યું હતું. આ કામ તેમણે વર્ષ 1985 થી 1990 દરમિયાન કર્યું હતું. જાહેર છે કે, ‘હું હુંશી હુંશીલાલ’ એક ગુજરાતી રાજકીય વ્યંગ્ય ફિલ્મ હતી. આ ફિલ્મમાં દિલીપ જોશી ઉપરાંત રેણુકા શહાણે, મનોજ જોશી અને મોહન ગોખલે જેવા સ્ટાર્સે કામ કર્યું હતું.

Web Title: Dilip joshi revels lost 16 kgs less than two month tmkoc

Best of Express