Diljit Dosanjh | સિંગર દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરમાં પોતાના મ્યુઝિક કોન્સર્ટ કરી રહ્યો હતો. તેમણે દેશના અલગ-અલગ રાજ્યોમાં પોતાની મ્યુઝિક ટૂર કરી, આ મ્યુઝિક ટૂરનું નામ દિલ લ્યુમિનાટી હતું. સાચે જ દિલજીતે દેશભરના સંગીતપ્રેમીઓના દિલ જીતી લીધા હતા. તેમના સંગીત અને દિલ જીતવાની કળાની વડાપ્રધાન મોદીએ (Prime Minister Narendra Modi) પણ પ્રશંસા કરી છે.
હાલમાં જ ગાયક દિલજીત દોસાંઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મળ્યો હતો. દિલજીતે આ મીટિંગનો વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કર્યો છે. જાણો આ મિટિંગમાં શું હતું ખાસ?
વડાપ્રધાન મોદી દિલજીત વિડીયો (Prime Minister Modi Diljit Video)
વડાપ્રધાન મોદી વીડિયોમાં દિલજીતને કહી રહ્યા છે કે જ્યારે ભારતના ગામડાનો છોકરો દુનિયામાં પોતાનું નામ પ્રખ્યાત કરે છે ત્યારે સારું લાગે છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તમારું નામ દિલજીત છે અને તમે બધાના દિલ જીતી રહ્યા છો.
આ પણ વાંચો: આલિયા ભટ્ટ રણબીર કપૂર ન્યુ યર 2025 સેલિબ્રેશન, નીતુ કપૂરે પરિવાર સાથે ફોટા કર્યા શેર
આ દરમિયાન સિંગર દિલજીતે કહ્યું કે તે બાળપણમાં સાંભળતો હતો કે ભારત એક મહાન દેશ છે. પરંતુ જ્યારે તેણે પોતાનો દેશ જોયો અને સમજ્યો ત્યારે તેને સમજાયું કે આપણો દેશ ખરેખર મહાન છે. તેના પર વડાપ્રધાને કહ્યું કે આપણો દેશ અને સંસ્કૃતિ ખૂબ જ જીવંત છે.
વડાપ્રધાન મોદી અને દિલજીતની મુલાકાતના આ વીડિયોમાં તેઓ યોગ વિશે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. દિલજીતે કહ્યું કે યોગમાં ઘણી શક્તિ છે, જેના પર વડાપ્રધાન મોદી પણ સહમત થયા.
દિલજીત ગીત (Diljit Song)
મીટિંગના આ વીડિયોમાં દિલજીત ભક્તિ ગીત ગાતા જોવા મળ્યા હતા, જેના પર પીએમ મોદીએ નજીકમાં રાખેલા ટેબલ પર તબલાની જેમ બીટ આપવાનું શરૂ કર્યું હતું. આ જોઈને સિંગર દિલજીત ઘણો ખુશ થયો. મીટિંગના અંતે પીએમએ ગાયકની પીઠ પર થપથપાવી અને તેની પ્રતિભાની પ્રશંસા કરી હતી.





