scorecardresearch

દિશા પરમાર અને રાહુલ વૈદ્ય માતા-પિતા બનવા જઈ રહ્યા છે, સોનોગ્રાફીનો વિડીયો શેર કર્યો

Disha Parmar Pregnant: સિંગર રાહુલ વૈદ્ય (Singer Rahul vaidya) એ 16 જુલાઈ 2021ના રોજ દિશા પરમાર સાથે લગ્ન કર્યા હતા. રાહુલે ‘બિગ બોસ 14’માં દિશાને પ્રપોઝ કર્યું હતું.

rauhl vaidya and disha parmar
સિંગર રાહુલ વૈઘ અને અભિનેત્રી દિશા પરમાર ફાઇલ તસવીર

Disha Parmar and Rahul Vaidya announce pregnancy: બિગ બોસ ફેમ રાહુલ વૈઘ અને અભિનેત્રી દિશા પરમાર હાલ અત્યંત ખુશ છે. જેનું કારણ એ છે કે, તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આ ખુશખબર ખુબ જ ક્યૂટ અંદાજમાં ફેન્સ સાથે શેર કરી છે. દિશા કેટલીક તસવીરો સાથે સોનોગ્રાફીનો વીડિયો પણ શેર કર્યો છે. આ સમાચાર સાંભળીને તેમના ફેન્સ ખુબ જ છે.

દિશા પરમાર અને રહુલ વૈધની લવસ્ટોરી

દિશા અને રાહુલને જ્યારે તેમની સવ સ્ટોરીની શરૂઆત કેવી રીતે તે અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, આ કિસ્સો દિશા દ્વારા કરવામાં આવેલી કોમેન્ટનો હતો. રાહુલ અને દિશાએ 2018માં ઈન્સ્ટાગ્રામ પર વાતચીત કરવાનું શરુ કર્યું હતું અને ફ્રેન્ડ્સ બન્યા હતા. દિશાએ કહ્યું કે, ‘મને રાહુલનું એક સોન્ગ ખૂબ પસંદ આવ્યું હતું તો મેં કોમેન્ટ કરી કે-Loved It!’. રાહુલે ઉમેર્યું કે, ‘મેં વિચાર્યું કે આટલી સુંદર છોકરી છે તો તક કેવી રીતે જતી કરું’. મેં તેને મેસેજ કર્યો અને અમે વાત કરવાનું શરુ કર્યું, બાદમાં નંબર પણ એક્સચેન્જ કર્યો. પહેલીવાર અમે સાથે હેન્ગઆઉટ ત્યારે કર્યું જ્યારે હું મારા સોન્ગ ‘યાદ તેરી’નું શૂટિંગ દિલ્હીમાં કરી રહ્યો હતો’. તો દિશાએ કહ્યું કે, ‘અમે ચાર દિવસ સુધી સતત શૂટિંગ કર્યું હતું. તેથી અમને બેસીને વાત કરવાનો સમય મળ્યો હતો. મારા મનમાં તેના માટે કૂણી લાગણીો જન્મી હતી. તે બિગ બોસના ઘરમાં ગયો તે પહેલા અમે સારા મિત્રો હતા’.

એકબીજા વિશે ગમતી વાત

એકબીજાની કઈ વાત તેમને પસંદ છે તેવું લવબર્ડ્સને પૂછતાં રાહુલે કહ્યું કે, ‘તેના ચહેરા પર ખૂબ શાંતિ છે. મેં ક્યારેય તેને કોઈના વિશે ખરાબ કહેતા નથી સાંભળી. તેની આ ક્વોલિટી મને ગમે છે. તે સાદી છે અને ઘણી સુંદર છે. મને તેના પ્રત્યેના પ્રેમનો અહેસાસ ઘણો મોડો થયો પરંતુ અમારા આસપાસના ખાસ લોકો અમે હંમેશા સાથે રહીએ તેવું પહેલાથી ઈચ્છતા હતા’. તો રાહુલ પોતાના વિચારોને લઈને એકદમ સ્પષ્ટ છે તે વાત દિશાને વધારે ગમે છે. તેણે કહ્યું કે, ‘શું જોઈએ છે, શું નથી જોઈતું, શું કરવું છે અને શું નથી કરવું-તે જીવનમાં દરેક બાબતને લઈને સ્પષ્ટ છે. તે પ્રમાણિક અને રોમાન્ટિક છે.

Web Title: Disha parmar and rahul vaidya announce pregnancy photos instagram

Best of Express