Taarak Mehta Ka Ooltah Chashmah : તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 14 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. લાંબા સમયથી આ શો સાથે જોડાયેલા હોવાના કારણે લોકોની લાગણી પણ સાથે જોડાયેલી છે. શો ના દરેક કેરેક્ટરની ખાસ ફેન ફોલોઇંગ છે. લાંબા સમયથી દર્શકો દયાબેન એટલે કે દિશા વાકાણીના પરત ફરવાની રાહ જોઇ રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે દયાબેનનું કેન્સર થયું છે. આ સાંભળીને જ બધા પ્રશંસકોને ઝટકો લાગી લાગ્યો છે. જોકે આ સમાચાર કેટલા સાચા છે તે વિશે જેઠાલાલે ખુલાસો કર્યો છે.
જેઠાલાલે જણાવી સચ્ચાઇ
હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે દિશા વાકાણીને થ્રોટ કેન્સર છે. કહેવામાં આવી રહ્યું છે કે શો માં લાંબા સમય સુધી તેના અજીબોગરીબ અવાજના કારણે દિશા વાકાણીને આ સમસ્યા થઇ છે. આ વિશે દિશાના રીલ લાઇફના પતિ જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ એક મીડિયા હાઉસ સાથે વાત કરતા કહ્યું કે મને સવારથી સતત કોલ્સ આવી રહ્યા છે. દરેક વખતે કોઇના કોઇ ઉટપટાંગ ખબરને ફેલાવવાની જરૂરત નથી. મને લાગે છે કે આને વધારે આગળ વધારવું ના જોઈએ. હું ફક્ત એટલું કહીશ કે આ બધી અફવા છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર નથી.
દિશાના ભાઇએ પણ કહ્યું- આ બધી અફવા છે
દિલીપ જોશી પછી દિશાના ભાઇ મયુરે પણ રિએક્ટ કર્યું છે. તેણે કહ્યું કે આ સમાચાર પુરી રીતે અફવા છે. હું દિશાના પ્રશંસકોને વિનંતી કરું છું કે તે આ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ના કરે અને આનાથી ગભરાય નહીં. હું દિશાના સંપર્કમાં છું અને જો આ કેન્સરના સમાચારમાં કોઇ પણ સચ્ચાઇ હોત તો મને પહેલા જાણ થઇ હોત. દિશા પુરી રીતે સ્વસ્થ છે અને સાચું કહું તો તે જાણે છે કે આ પ્રકારની અફવાઓથી કેવી રીતે નિપટવાનું છે.
તમ્બાકુથી કેન્સર થાય છે અવાજ કાઢવાથી નહીં – અસિત મોદી
આ સાથે શો ના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું કે મને આ વિશે કોઇ જાણકારી નથી. સોશિયલ મીડિયા પર લોકો લાઇક્સ અને કોમેન્ટ માટે આવી હરકતો કરે છે. આવા સમાચાર ફેલાવે છે. તમ્બાકુ ખાવાથી કેન્સર થાય છે અવાજ કાઢવાથી નહીં. એવું હોય તો બધા મિમિક્રી કરનારા ડરી જશે.