ટીવી સીરિયલ દીયા ઔર બાતી ફેમ એક્ટ્રેસ કનિષ્કા સોનીને લઇ મોટા સમચાર સામે આવ્યાં છે. એક્ટ્રેસે આ વર્ષના ઓગસ્ટ માસમાં પોતાની જાત સાથે લગ્ન કરી લીધા છે. આ સાથે તે બીજી સિંગલ મેરીડ અથવા સેલ્ફ મેરીડ મહિલા બની ગઇ છે. કનિષ્કા સોનીએ આ વિશે તેના ઇનસ્ટાગ્રામ પર તસવીર શેર કરી જાહેર કર્યું હતુ. જેમાં તેને સિંદૂર અને મંગલસૂત્ર પહેર્યું હતું. કનિષ્કા સોનીએ આ તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યુ હતું કે, તેને ખુશ રહેવા માટે કોઇ પુરુષની જરૂર નથી.
આ સાથે કનિષ્કાએ પોતાને દેવી તરીકે વર્ણવી હતી. ત્યારે અભિનેત્રીની આ પ્રકારની પોસ્ટ જોઇને તેના ચાહકો દંગ રહી ગયા હતા. કોઇએ અભિનેત્રીના આ નિર્ણયને સપોર્ટ કર્યો તો કોઇએ ટીકા પણ કરી હતી. ખરેખર તો કનિષ્કાને આ પોસ્ટ બાદ વધુ તો ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.
તાજેતરમાં કનિષ્કા સોનીની બીજી તસવીરો સામે આવી છે. જે બાદ લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે લગભગ કનિષ્કા ગર્ભવતી છે. આ સમાચાર તો બૂલેટ સ્પીડે વાયરલ થયા બાદ હવે અભિનેત્રીની સમગ્ર મામલે પ્રતિક્રિયા સામે આવી છે.
ઉલ્લેખનીય છે તે કનિષ્કા સોની સોશિયલ મીડિયા પર સક્રિયા રહેનારી અભિનેત્રઓમાંથી એક છે. જે તેના સંબંધિત ન્યૂઝ ચાહકોને અવારનવાર આપતી હોય છે. ત્યારે તાજેતરમાં અભિનેત્રીએ ન્યૂયોર્કના એક પાર્કિંગમાં અમૂક પાડેલી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં સ્કિની ટોપમાં કનિષ્કાનું બહાર નીકળેલ ટમી જોવા મળી રહ્યું છે. આ બાદ સોશિયલ મીડિયા પર અભિનેત્રીના પ્રેંગનેંટ હોવાની અફવાએ જેર પકડ્યું છે. જેને લઇને અભિનેત્રી સામે આવી છે.
સમગ્ર મામલે અભિનેત્રીએ એક તસવીર શેર કરી છે. જેમાં તે કોઇ ઝાડ પર ચડતી જોવા મળી રહી છે. આ તસવીર શેર કરી અભિનેત્રીએ લખ્યું છે કે, ‘હું સેલ્ફ મેરીડની જેમ સેલ્ફ પ્રેગ્નેંટ નથી’. બસ USના શાનદાર પિઝા અને બર્ગરનો કમાલ છે. જેના કારણે મારે વજન વધ્યો છે. જોકે મને એનાથી કોઇ સમસ્યા નથી. હાલ હું અહીંયા ખુબ એન્જોય કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસે તાજેતરમાં ફિલ્મફેયર અને બિગબોસ કન્ટેસ્ટન્ટ સાજીદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું હતુ કે, સાજીદ ખાને મને તેના જુહુ વાળા ઘરમાં બોલાવી તેનું પેટ દેખાડવા માટે કહ્યું હતું. આ સાથે અભિનેત્રીએ પણ કહ્યું હતુ કે તેને ડર લાગી રહ્યો છે. કારણ કે તેને સેલ્ફ મેરેજ વિશે જગજાહેર તો કરી દીધું. પરંતુ તેને જાનનો ખતરો હોવાની સંભાવના છે. અભિનેત્રીને લાગે છે કે તેના આ નિર્ણયને કોઇ સપોર્ટ નહી કરેં. જેને પગલે તે ભારત પરત ફરવા માંગતી નથી.