/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-08-09T153320.376.jpg)
Don 3 Teaser : ફરહાન અખ્તરની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'ડોન 3'નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. ટીઝરની સાથે એ રાજ પરથી પડદો ઉઠી ગયો છે કે આ નવા જમાનાનો ડોન કોણ છે?
Don 3 Teaser : ડોન 3ને લઇને છેલ્લા થોડા સમયથી વિવિધ ચર્ચા થઇ રહી છે. આ વચ્ચે ફરહાન અખ્તરની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'ડોન 3'નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. ટીઝરની સાથે એ રાજ પરથી પડદો ઉઠી ગયો છે કે આ નવા જમાનાનો ડોન કોણ છે? આ ડોન કોઇ બીજુ નહીં પરંતુ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) છે. કરણ જોહરની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં રોમાન્સ કર્યા બાદ રણવીર હવે ગુનાની દુનિયામાં તહેલકો મચાવશે.
રણવીર સિંહ રોમાન્સ બાદ હવે પોતાના નવા અંદાજથી ફેન્સ પર પ્રભાવ પાડશે. આ પહેલા ડોન અને ડોન 2માં અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન જોવા મળ્યા હતા. ત્યારે આ સ્ટાર્સની પરંપરાને આગળ વધારતા એક્ટરે આ રોલ માટે ઘણી મહેનત કરી છે. રણવીર સિંહે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર્સનું સ્થાન લેવાનો પ્રયત્ન કર્યો છે. ડાયરેક્ટર ફરહાન અખ્તરે ડોન 3માં રણવીર સિંહની કાસ્ટિંગનો નવો ઇતિહાસ શરૂ કરવાની વાત કરી છે. જો કે સોશિયલ મીડિયા પર ફેન્સ શાહરૂખ ખાનની ડિમાંડ કરી રહ્યાં હતાં.
હવે વાત કરીએ ડોન 3 ટીઝરની તો તેની શરૂઆત ડોનના દમદાર ડાયલોગથી થાય છે, રણવીર સિંહ ફોર્મલ સૂટ-પેંટ લૂકમાં એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. ડોનના લૂકમાં રણવીર કહે છે- 'શેર જાગ ઉઠા હૈ ઔર જલ્દી હી સબકે સામને આને વાલા હૈ, મૌત સે ખેલના ઝિંદગી હૈ મેરી, જીતના મેરા કામ હૈ, તુમ તો હો જાનતે ક્યા મેરા નામ હૈ…11 મુલ્કો કી પુલિસ ઢૂંઢતી હૈ મુજે…પર પકડ પાયા હૈ મુજે કૌન…મૈ હું ડૌન…'
ટીઝરના બેકગ્રાઉન્ડમાં ડોનનું ફેમસ ટાઇટલ મ્યુઝિક પ્લે થાય છે જે તમારા રૂંવાટા ઉભા કરી દેશે. રણવીરને પહેલીવાર ગ્રે શેડ રોલમાં જોવા માટે ફેન્સ પણ એક્સાઇટેડ થઇ ગયા છે. શાહરૂખ ખાન બાદ હવે રણવીર સિંહ પણ ડોનના અવતારમાં લોકોને ઇમ્પ્રેસ કરવાનો મોકો નહીં છોડે. ફરહાનને આશા છે કે ફેન્સ ફ્રેન્ચાઇઝીના નવા એક્ટરને પણ શાહરૂખ ખાન જેટલો જ પ્રેમ આપશે. ડોન 3 આગામી વર્ષ 2025માં થિયેટર્સમાં રિલીઝ થશે તેવી આશા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us