Eid 2024 : ઇદ પર રિલીઝ થયેલી આ ફિલ્મો બોક્સ ઓફિસ ગજવી ચૂકી છે, જુઓ યાદી

Eid 2024 : ઇદ 2024ના અવસર પર બે મોટા સ્ટાર અક્ષય કુમાર અને અજય દેવગણની મુવી 'બડે મિયાં છોટે મિયાં' અને 'મેદાન' સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. આ પહેલા પણ ઇદ પર રિલીઝ થયેલી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી બંપર કલેક્શન કર્યું હતું. આજે અમે એવી ફિલ્મોનું લિસ્ટ તૈયાર કર્યું છે.

Written by mansi bhuva
April 11, 2024 11:15 IST
Eid 2024 : ઇદ પર રિલીઝ થયેલી આ ફિલ્મો બોક્સ ઓફિસ ગજવી ચૂકી છે, જુઓ યાદી
Eid 2024 : ઇદ પર રિલીઝ થયેલી આ ફિલ્મો કમાણીમાં બોક્સ ઓફિસ ગજવી ચૂકી છે

Eid 2024 Bollywod Movies : આજે 11 એપ્રિલ 2024 ઇદ (Eid 2024) ના અવસર પર અક્ષય કુમારની ફિલ્મ’બડે મિયાં છોટે મિયાં’ અને અજય દેવગણની ‘મેદાન’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ પહેલાં પણ ઇદ પર ઘણી ફિલ્મો રિલીઝ થઇ છે. આ ફિલ્મોએ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. આજે અમે તમારા માટે ઈદ પર રિલીઝ થનારી શાનદાર ફિલ્મોની યાદી તૈયાર કરી છે.

સુલતાન (Sultan)

વર્ષ 2016માં ઇદ પર રિલીઝ થયેલી સલમાન ખાન અને અનુષ્કા શર્મા અભિનિત ફિલ્મ સુલતાનએ બોક્સ ઓફિસ પર તાબડતોબ કમાણી કરી હતી. સુલતાન મુવીએ બોક્સ ઓફિસ પર લગભગ રૂપિયા 300 કરોડનું કલેક્શન કર્યું હતું.

ભારત (Bharat Movie)

સલમાન ખાનની બીજી ફિલ્મ ‘ભારત’ પણ ઇદ પર રિલીઝ થઇ હતી. ‘ભારત’ મુવીમાં સલમાન ખાન અને કેટરીના કૈફ સાથે જોવા મળ્યા હતા. આ જોડી દર્શકોને ખુબ પસંદ આવી હતી. ભારત ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો મુવીએ બોક્સ ઓફિસ પર 212 કરોડથી પણ વધુ કમાણી કરી હતી.

ચેન્નઈ એક્સપ્રેસ (Chennai Express)

આ યાદીમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ચેન્નઇ એક્સપ્રેસ’ પણ સામેલ છે. ચેન્નઇ એક્સપ્રેસ મુવીના ગીતોથી લઇને સ્ટાઇલ અને એક્ટિંગ સુધી દર્શકોને બધું જ ખુબ પસંદ આવ્યું હતું. લોકોને આ ફિલ્મ એટલી ગમી કે બોક્સ પર ધમાલ મચાવી દીધી હતી. ચેન્નઇ એક્સપ્રેસે બોક્સ ઓફિસ પર 227.13 કરોડો રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું.

દબંગ (Dabangg Movie)

2010માં રીલિઝ થયેલી સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા સ્ટારર ‘દબંગ’ એ થિયેટરોમાં આવતાની સાથે જ ખલબલી મચાવી દીધી હતી. આ ફિલ્મ રિલીઝ થતાં જ ચાહકો રોડ-રસ્તા પર તેની સ્ટાઇલ કોપી કરતા નજર આવતા હતા. દબંગ મુવીએ 140.22 કરોડની કમાણી કરી હતી.

આ પણ વાંચો : અક્ષય કુમારની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ અંગે લોકોએ કહી મોટી

બજરંગી ભાઈજાન (Bajrangi Bhaijaan)

વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ની દિલ સ્પર્શી દેનાર કહાનીએ લોકોને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહ્યી હતી. બજરંગી ભાઇજન મુવી સલમાન ખાનની સૌથી ધમાકેદાર ફિલ્મોમાંથી એક છે. આવી સ્થિતિમાં ‘બજરંગી ભાઇજા’મુવી બોક્સ ઓફિસ પર બંપર કમાણી કરવામાં સફળ રહી હતી. ભારતમાં ફિલ્મની કુલ કમાણી 320.34 કરોડ રૂપિયા હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ