Esha Deol | ભૂતપૂર્વ પતિ ભરત તખ્તાનીએ નવા સંબંધની પુષ્ટિ બાદ ઈશા દેઓલ ફરી પ્રેમમાં પડી?

ઈશા દેઓલે ફરીથી પ્રેમ પડવા વિશે અને તેના ભૂતપૂર્વ પતિ ભરત તખ્તાની સાથેના તેના સબંધ વિશે ખુલીને વાત કરી. એકટ્રેસ કહે છે, ' પ્રેમમાં પડવું એ 'સૌથી સુંદર લાગણી' છે, '

Written by shivani chauhan
September 16, 2025 13:33 IST
Esha Deol | ભૂતપૂર્વ પતિ ભરત તખ્તાનીએ નવા સંબંધની પુષ્ટિ બાદ ઈશા દેઓલ ફરી પ્રેમમાં પડી?
esha deol with ex husband

Esha Deol | 11 વર્ષના લગ્નજીવન પછી 2024 માં ઈશા દેઓલ (Esha Deol) અને બિઝનેસમેન ભરત તખ્તા (Bharat Takhtani) ની અલગ થઈ ગયા હતા. જોકે, આ કપલ તેની પુત્રીઓ 8 વર્ષની રાધ્યા અને 6 વર્ષની મીરાયાને સાથે રાખીને કામ કરે છે. તાજેતરમાં થયેલી વાતચીતમાં ઈશા દેઓલએ ફરીથી પ્રેમમાં પડવું અને તેના ભૂતપૂર્વ પતિ સાથેના તેના સમીકરણ વિશે ખુલીને વાત કરી હતી. ભરતે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેના સંબંધની સ્થિતિની પુષ્ટિ કરી હતી.

ઈશા દેઓલ ફરી પ્રેમમાં પડી?

ETimes સાથે વાત કરતાં, ઈશાએ સ્વીકાર્યું કે તેણે અને ભરતે તેમના મતભેદોને બાજુ પર રાખ્યા છે અને હવે તેમની દીકરીઓને પોતાનું બેસ્ટ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેણે કહ્યું કે “ભરત અને હું અમારી દીકરીઓનું કો પેરેન્ટીંગ કરી રહ્યા છીએ. કારણ કે બધા પેરેન્ટ્સ બાળકોને ખૂબ પ્રેમ કરો છો.”

પોતાના ડેટિંગ જીવન વિશે વાત કરતાં, એશાએ ખુલાસો કર્યો કે તે હાલમાં “સિંગલ” છે. જોકે અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તે ફરીથી પ્રેમમાં પડવા માટે તૈયાર છે. તેણે કહ્યું કે “વ્યક્તિના જીવનનો સૌથી સુંદર અનુભવ અને તબક્કો” ગણાવતા તેણે કહ્યું, “હું હંમેશા પ્રેમમાં પડવામાં વિશ્વાસ રાખીશ. વ્યક્તિએ પ્રેમમાં પડતા રહેવું જોઈએ.” એશાએ આગળ કહ્યું કે પ્રેમ મહત્વપૂર્ણ છે, પરંતુ તે વ્યક્તિને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત ન કરે. તેણે ઉમેર્યું, “જીવનમાં પ્રેમ અને સાથ હોવો અદ્ભુત છે. જોકે, તે તમારું સર્વસ્વ નથી.”

ઈશા ગુપ્તાએ તેની દીકરી વિશે શું કહ્યું?

એ જ ઇન્ટરવ્યુમાં ઈશાએ તેની દીકરીને “ફિલ્મી” ગણાવી અને સ્વીકાર્યું કે તેઓ બોલિવૂડમાં જોડાવાનું વિચારવા માટે ખૂબ નાની છે. હાલ તો, તેઓ તેમના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેણીએ ખુલાસો કર્યો કે તેની દીકરીઓ તેના અને તેની દાદી હેમા માલિનીના ગીતો પર ડાન્સ કરવાનું પસંદ કરે છે. તેણે કહ્યું, “તેઓને મારા ગીતો ‘ધૂમ મચાલે’ અને ‘દિલબારા’ પર નાચવાનું ગમે છે. મારી મોટી દીકરીને મારી મમ્મીનું ગીત ‘ભૂત રાજા બહાર આજા’ ગમે છે.” ઈશાએ એ પણ ખુલાસો કર્યો કે હેમા માલિનીએ પોતે જ છોકરીઓને તેના આઇકોનિક ગીતોથી પરિચય કરાવ્યો હતો.

Hardik Pandya | હાર્દિક પંડ્યા અને માહિકા શર્માની પોસ્ટએ ડેટિંગની અફવાને વેગ આપ્યો, અહીં જુઓ

ઈશા દેઓલની સફર પર નજર નાખતા કોઈ મેરે દિલ સે પૂછે (2002) માં અભિનયની શરૂઆત કરનાર ઈશાએ સ્વીકાર્યું કે જ્યારે પ્રેક્ષકો તેના ડેબ્યૂ દરમિયાન તેના પ્રત્યે વધુ દયાળુ હતા, ત્યારે આજના સ્ટાર કિડ્સ માટે પણ એવું જ કહી શકાય નહીં. તેણે કહ્યું, “ટ્રોલિંગ યોગ્ય નથી, તમે એક એક્ટરના ઘરે જન્મેલા દરેક બાળક સાથે આવું ન કરી શકો જે પોતાનું ડેબ્યૂ કરી રહ્યો છે. આ બકવાસ છે.”

થોડા અઠવાડિયા પહેલા, ભરતે બિઝનેસવુમન મેઘના લાખાણી તલરેજા સાથેનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું, “મારા પરિવારમાં આપનું સ્વાગત છે,” ત્યારબાદ રેડ હાર્ટ ઇમોજી લખ્યું હતું. મેઘનાએ ભરત સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો, અને લખ્યું હતું, “આપણી સફર અહીંથી શરૂ થાય છે”.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ