શેફાલી શાહ અને હુમા કુરૈશીએ OTT પ્લેટફોર્મની પ્રશંસા કરી, બોક્સ ઓફિસ પર કેમ ફ્લોપ થઇ ‘સિંગલ સલમા’ જણાવ્યું કારણ

Expresso : શેફાલી શાહ અને હુમા કુરેશીએ ઇન્ડિયન એક્સપ્રેસ શો Expresso માં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે OTT પ્લેટફોર્મ્સે મહિલા કલાકારો માટે ઘણા નવા માર્ગો ખોલ્યા છે. હવે મહિલાઓને મોટી ભૂમિકાઓ મળી રહી છે અને તેઓ મોટા શોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે

Written by Ashish Goyal
Updated : November 21, 2025 21:53 IST
શેફાલી શાહ અને હુમા કુરૈશીએ OTT પ્લેટફોર્મની પ્રશંસા કરી, બોક્સ ઓફિસ પર કેમ ફ્લોપ થઇ ‘સિંગલ સલમા’ જણાવ્યું કારણ
Expresso : શેફાલી શાહ અને હુમા કુરેશીએ ઇન્ડિયન એક્સપ્રેસ શો Expresso માં ઉપસ્થિત રહ્યા હતા (Express Photo by Gajendra Yadav)

Expresso : શેફાલી શાહ અને હુમા કુરેશીએ ઇન્ડિયન એક્સપ્રેસ શો Expresso માં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે OTT પ્લેટફોર્મ્સે મહિલા કલાકારો માટે ઘણા નવા માર્ગો ખોલ્યા છે. હવે મહિલાઓને મોટી ભૂમિકાઓ મળી રહી છે અને તેઓ મોટા શોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

હુમાએ કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મ એવી કહાનીઓને જગ્યા આપે છે જે પહેલા સામે આવતી ન હતી. હવે એવો કોઈ વિચાર નથી ચાલી રહ્યો કે થિયેટરોમાં માત્ર પુરુષો પર આધારિત ફિલ્મો જ સફળ થશે. ઇન્ટરનેટ પ્લેટફોર્મ્સે સમયાંતરે સાબિત કર્યું છે કે અહીં એક વિશાળ અને તૈયાર પ્રેક્ષકો છે અને તેમાં સ્ત્રીઓ અને પુરુષો બંનેનો સમાવેશ થાય છે. દિલ્હી ક્રાઇમ કે મહારાણી જેવી સિરિયલ માત્ર મહિલાઓ જ નહીં બધા લોકો જુએ છે. જો આવતીકાલે દિલ્હી ક્રાઇમ ફિલ્મ તરીકે બનાવવામાં આવે તો ઘણા લોકો તેને જોવા જશે.

શેફાલીએ તેની વાત સાથે સહમત થઈને કહ્યું કે ઓટીટી ઘણું બદલાઈ ગયું છે. એવી કહાનીઓ અને પાત્રોને સ્થાન મળ્યું છે પહેલાં સાંભળવામાં આવતી ન હતી. ઘણા સર્જનાત્મક લોકો કે જેઓ ખૂબ સારા હતા પરંતુ ક્યારેય તક મળી ન હતી. હવે તેમને અસલી કામ મળ્યું છે.

નાના બજેટની ફિલ્મો માટે આજનું થિયેટર સ્ટ્રક્ચર મુશ્કેલ છે – હુમા કુરેશી

હુમાએ એમ પણ કહ્યું હતું કે નાના બજેટની ફિલ્મો માટે આજનું થિયેટર સ્ટ્રક્ચર મુશ્કેલ છે. પોતાની ફિલ્મ ‘સિંગલ સલમા’નું ઉદાહરણ આપતાં તેણે કહ્યું હતું કે ‘સિંગલ સલમા 31 ઓક્ટોબરે આવી હતી, પરંતુ બહુ ઓછા લોકો તેને જોઈ શક્યા હતા. કોઈ પ્રચાર થતો ન હતો, પૈસા લગાવવામાં આવ્યા ન હતા, કોઈ ચર્ચા થતી ન હતી. વિચાર એવો હતો કે આ ફિલ્મ પછીથી ઓટીટી પર આવશે એટલે થિયેટરમાં મહેનત કરવાનો કોઇ અર્થ નથી. મને લાગે છે કે આમ કરવાથી વ્યવસાયને નુકસાન થશે. નાની અને મિડ-બજેટ ફિલ્મો હંમેશા બિઝનેસ સંભાળતી રહી છે.

આ પણ વાંચો – અહાન પાંડેએ અનિત પડ્ડા સાથે ડેટિંગની અફવાઓ પર કર્યો ખુલાસો

એક્સપ્રેસો સિરીઝમાં પહેલા પણ ઘણા નામી કલાકારો સામેલ થઇ ચુક્યા છે. જેમાં અનુપમ ખેર, રિચા ચઢ્ઢા, કબીર ખાન, રણદીપ હુડા, હંસલ મહેતા, પંકજ ત્રિપાઠી, કાજોલ, કૃતિ સેનન, જાવેદ અખ્તર, ઝોયા અખ્તર, ઇમ્તિયાઝ અલી, તાપસી પન્નુ, વિદ્યા બાલન અને પ્રતીક ગાંધી જેવા ઘણા મોટા સ્ટાર્સનો સમાવેશ થાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ