બોલિવૂડમાંથી મોટા અને દુ:ખદ સમાચાર સામે આવ્યાં છે. ટીવી અને ફિલ્મોમાં એક્ટિંગ કરી લોકોના દિલોમાં અલગ સ્થાન બનાવનાર અભિનેત્રી વીણા કપૂરની હત્યા (Veena kapoor murder case) કરી નાંખવામાં આવી છે. આ સમાચારે સનસનાટી મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર જૂહુમાં એક મહિલાની ક્રુર રીતે હત્યા કર્યા બાદ લાશ મળવાના સમચાર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. જે અંગે હવે એવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે કે, કથિત રીતે આ મૃતદેહ 74 વર્ષીય વીણા કપૂરનો છે, તેનુ મર્ડર (Murder) કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
અચંબિત કરનાર સમાચાર એ છે કે, વીણા કૂપરની હત્યાનો આરોપ અભિનેત્રીના પુત્ર પર છે. આ દરમિયાન અભિનેત્રી નીલૂ કોહલીએ (Neelu Kohli) પૈપરાજી વિરલ ભાયાણીના ઇનસ્ટાગ્રામ (Viral Bhayani instagram) પોસ્ટને શેર કરતા વીણા કપૂરને શ્રદ્ધાજંલિ અર્પણ કરી છે. આ પોસ્ટ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
શું અભિનેત્રીની સંપત્તિની ભૂખમાં આવી હત્યા કરાઇ?
મીડિયા રિપોર્ટસ અનુસાર, અભિનેત્રી વીણા કપૂરનો 43 વર્ષીય પુત્ર સચિન કપૂરે જમીન વિવાગ મામલે તેની હત્યાં કરી છે. આરોપી પુત્રએ માં વીણા કપૂરની હત્યા કર્યા બાદ તેમના મૃતદેહને નદીમાં ફેંકી દીધી હતી. જેથી આ મામલો સામે ના આવે અને પોલીસ તેની ધરપકડ ન કરી શકે. પરંતુ સમગ્ર મામલો સામે આવતા દિવંગત વીણા કપૂરની પુત્રની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં આરોપી પુત્રએ તેનો ગુનો કબૂલ કર્યો છે.
પોલીસના મતે આરોપી સચિને હત્યા પહેલા તેની માં સાથે મારપીટ કરી હતી. આ બાદ સચિને ગુસ્સામાં આવી બેસબોલના બેટથી વીણા કપૂર ધાતકી હુમલો કર્યો હતો. વીણા કપૂરના માથા પર ઇજા પહોંચી હતી. આ સાથે પોલીસે જણાવ્યું હતું કે, સચિન તેની માં વિરુદ્ધ કોર્ટમાં કેસ લડી રહ્યો હતો. તમને જણાવી દઇએ કે વીણા કપૂરને બે પુત્ર છે. જેમાંથી મોટો પુત્ર યુએસમાં સોફ્ટવેર એન્જીનિયર છે. જ્યારે સચિન પહેલાથી ટીઝરના રૂપમાં કાર્યરત હતો. જો કે હાલ તેની પાસે નોકરી ના હતી. જેને પગલે તે છેલ્લા 4 મહિનાથી જૂહુ સ્થિતિ 4 બેડરૂમ વાળા ઘરમાં વીણા કપૂર સાથે નિવાસ કરતો હતો.
અભિનેત્રી વીણા કપૂરના નિધનના સમાચાર પ્રકાશમાં આવતા જ મનોરંજનની દુનિયા શોકમાં ગરકાવ છે. આ વચ્ચે નીલૂ કોહલીએ સોશિયલ મીડિયા પર વીણા કપૂરના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. નીલૂ કોહલીએ પોસ્ટમાં લખ્યું છે કે, વીણાજી તમે આના કરતા વધુ સારું ડિઝર્વ કરતા હતા. મારું દિલ તુટી ગયું છે, તમારા માટે આ પોસ્ટ કરું છું, શું બોલું? આજે મારી પાસે શબ્દ નથી. મને આશા છે કે, આટલા વર્ષોના સંધર્ષ બાદ તમે શાંતિથી આરામ પામ્યા હશો.જૂહુ સ્થિત આ બંગલામાં દુ:ખદ ઘટના ઘટી છે.