Happy Birthday Farah Khan : બોલિવૂડની મશહૂર કોરિયોગ્રાફર (Bollywood famous Choreographer) અને સફળ નિર્દેશક ફરાહ ખાન આજે (9 જાન્યુઆરી) ના રોજ તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ફરાહ ખાન આજે 59 વર્ષની થઇ ગઇ છે. ફરાહ ખાનના માતા-પિતા તેઓ નાની વયના હતા ત્યારે અલગ થઇ ચૂક્યા હતા. જેને પગલે ફરાહ ખાન પર નાની વયમાં પરિવારની જવાબદારી આવી ગઇ હતી.
ફરાહ ખાન બાળપણથી જ નૃત્યનો શોખ ધરાવતી હતી. તે માઇકલ જૈક્સનની મોટી પ્રશંસક હતી. ફરાહ ખાને માઇકલ જૈકસનથી પ્રેરિત થઇને તેના ડાન્સિંગ હુનરને આગળ ધપાવ્યું અને તેણે બૈકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ખુબ નાની વયે કારકિર્દીની શરૂઆત કરી દીધી હતી. તેમજ તેને બોલિવૂડની મહાન કોરિયોગ્રાફર સરોજ ખાન કરવાનો અવસર મળ્યો હતો. કહેવાય છે કે ને સાચા ગુરુનો સાથ મળે તો પથ્થર પણ હીરામાં બદલી શકાય છે. ત્યારે ફરાહ તો પહેલેથી જ પ્રતિભાશાળી હતી. સરોજ ખાનનો ટેકો મળતા જ તેનું નસીબ ચમકી ગયું.
એક ઇન્ટરવ્યૂમાં સરોજ ખાને જણાવ્યું હતું કે, વર્ષ 1992માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’ માં સરોજ ખાન કોરિયોગ્રાફી કરી રહી હતી. પરંતુ તેને કોઇ કારણસર અધવચ્ચે જ આ ફિલ્મ પડતી મૂકવી પડી હતી. જેને કારણે આખી જવાબદારી ફરાહ ખાન પર આવી ગઇ હતી. જો કે ફરાહ ખાને બખૂબી તેની સંપૂર્ણ જવાબદારી નિભાવી હતી અને અહીંથી તેનું નામ ચમક્યું હતું.
ફરાહ ખાન તેના લગ્નને કારણે પણ ખુબ ચર્ચિત રહે છે. તેમણે વર્ષ 2004માં તેનાથી 8 વર્ષ નાના શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેમણે ત્રણ સંતાન છે. શિરીષ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે.
ફરાહ લગભગ ત્રણ દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં છે અને તેનું નામ ખૂબ જ સન્માન સાથે લેવામાં આવે છે. તેણે મૈં હું ના, ઓમ શાંતિ ઓમ અને હેપ્પી ન્યૂ યર જેવી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તે પોતાની ફિલ્મોમાં ખાસ મિત્ર શાહરૂખ ખાનને લેવાનું પસંદ કરે છે. ફરાહ ખાનની નેટવર્થ વિશે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની નેટવર્થ લગભગ 70 કરોડ રૂપિયા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, ફરાહ ખાન કોરોના પછી બહુ એક્ટિવ નથી. તે ટીવીની દુનિયામાં કેમિયો કરતી જોવા મળે છે. તે ખાસ મિત્ર સલમાન ખાનના શો બિગ બોસમાં મેન્ટર તરીકે જોવા મળી હતી. આ સિવાય તે વર્ષ 2021માં ઝી કોમેડી શોમાં જજની ભૂમિકામાં જોવા મળી હતી.





