FIFA World Cup 2022: ફિફા વર્લ્ડ કપ 2022 ની ફાઇનલ મેચ આર્જેન્ટિના અને ફ્રાન્સની વચ્ચે થઇ હતી. શ્વાસ આટકી જાય એવી આ મેચમાં મેસીની ટિમ આર્જેન્ટિનાએ વર્લ્ડકપ જીત્યો હતો. જયારે મેસીએ વર્લ્ડકપની ટ્રોફીને ચુંબન કર્યું ને તરત શુભકામનાઓની લાઈન લાગી ગઈ હતી. શાહરુખ ખાન, પ્રીતિ ઝિન્ટા, કાર્તિક આર્યન અને અનુપમ ખેર, રણદીપ સિંહ હુડા જેવા ઘણા સેલેબ્રિટીઓએ આર્જેન્ટિના અને મેસીને વર્લ્ડકપ ફાઇનલ જીતવા માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પણ વાંચો: આજનો ઇતિહાસ : 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ, 450 વર્ષ બાદ ‘પોર્ટુગીઝ રાજ’ સમાપ્ત થયો
શાહરુખ ખાનએ ટ્વિટ્ટ કરીને લખ્યું હતું કે, ” આપણે અત્યાર સુધીની સર્વશ્રેઠ વિશ્વ કપ ફાઇનલમાંથી એકના સમયમાં છીએ. મને મારા માતા સાથે એક નાના ટીવીમાં વર્લ્ડકપ જોવાનું હજુ પણ યાદ છે. ..અને હવે એજ ઉત્સાહ મારા બાળકો સાથે!! અને અમે બધાને પ્રતિભા, સખ્ત મહેનત અને સપનાઓમાં વિશ્વાસ અપાવવા માટે ધન્યવાદ મેસી!!”
અનિલ કપૂરએ ટ્વિટ કરતા લખ્યું હતું કે, ” શું મેચ હતી અને શું ખેલાડી હતા! આ વર્લ્ડકપ આ રીતે નજીક થવાની કલ્પના પણ નથી કરી શકાતી અને ખાસ કરીને મેસીને ધન્યવાદ”
મેસીનીઓ વર્લ્ડકપની ટ્રોફીને ચુંબન કરતી તસ્વીર શેયર કરતા અર્જુન રામપાલએ લખ્યું હતું કે , ” બેસ્ટ ( મેસી) એ પોતાની વર્લ્ડકપનો પીછો અત્યાર સુધીની ફાઇનલ સાથે કર્યો. જયારે સપના સાકાર થઇ જાય છે. #messi #GOAT #ARGFRA #WorldCup