Matthew Perry : હોલીવુડ એક્ટર મેથ્યૂ પેરીનું 54 વર્ષની વયે નિધન, ઘરના બાથટબમાં મૃત મળી આવ્યા

Friends Actor Matthew Perry Deaths : હોલિવૂડની લોકપ્રિય વેબ સિરીઝ 'ફ્રેન્ડ્સ'માં ચૅન્ડલર બિંગનું પાત્ર ભજવી ફેમસ થનાર એક્ટર મેથ્યૂ પેરીનું નિધન થયુ છે. તેમનો મૃતદેહ બાથટબમાંથી મળી આવ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી.

Written by Ajay Saroya
October 29, 2023 09:40 IST
Matthew Perry : હોલીવુડ એક્ટર મેથ્યૂ પેરીનું 54 વર્ષની વયે નિધન, ઘરના બાથટબમાં મૃત મળી આવ્યા
હોલીવુડ એક્ટર મેથ્યૂ પેરીનું અવસાન થયું છે. (Photo - mattyperry4 @ insta)

Friends Actor Matthew Perry Passes Away : હોલીવુડના ચાહકો માટે એક દુઃખદ સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર હોલિવૂડની લોકપ્રિય વેબ સિરીઝ ‘ફ્રેન્ડ્સ’માં ચૅન્ડલર બિંગનું પાત્ર ભજવી ફેમસ થનાર એક્ટર મેથ્યૂ પેરીનું નિધન થયુ છે ‘ફ્રેન્ડ્સ’ સિરિઝમાં ચૅન્ડલર બિંગનું પાત્ર લોકોને બહુ પસંદ આવ્યુ હતુ. મેથ્યુ પેરી એ 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મેથ્યુ પેરી બાથટબમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. અજ્ઞાત સ્ત્રોતોને ટાંકીને તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે હોલિવૂડ એક્ટર મેથ્યુ પેરીનું લોસ એન્જલસના પોતાના ઘરમાં બાથટબમાં ડૂબી જવાથી મોત થયું છે.જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી, પરંતુ ઘરમાં જ બાથટબમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. આ મામલે તપાસ કરી રહી છે. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રારંભિક તપાસમાં કોઇ શંકાસ્પદ વ્યક્તિ કે ડ્રગ્સના સબૂત મળ્યા છે. આ કેસની તપાસ હત્યા અને લૂંટના એંગલથી કરવામાં આવી રહી છે.

જાણીતા અભિનેતાના પુત્ર હતા મેથ્યૂ પેરી

હોલીવુડ એક્ટર મેથ્યુ પેરી વિશે વાત કરીએ, તો તેઓ જાણીતા અભિનેતા જોન બેનેટ પેરી અને સુઝાન મેરી લેંગફોર્ડનો પુત્ર છે. તેમનો જન્મ 1969માં થયો હતો. લોસ એન્જલસ ટાઈમ્સના અહેવાલ મુજબ, જ્યારે તે એક વર્ષના હતા ત્યારે તેમના માતાપિતા અલગ થઈ ગયા હતા. મેથ્યૂએ પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેમણે ‘ચાર્લ્સ ઇન ચાર્જ’માં મહેમાનની ભૂમિકા ભજવી હતી. આ પછી તે ‘બેવર્લી હિલ્સ 90210’માં પણ જોવા મળ્યા હતા, જો કે તેઓ ‘ફ્રેન્ડ્સ’ સિરિઝથી ફેમસ થયા હતા. તેનું પ્રીમિયર 1994માં NBC પર થયું હતું.

તે ઉપરાંત મેથ્યૂ પેરીએ ઘણા ફિલ્મોમાં મુખ્ય કલાકારનું પણ પાત્ર ભજવ્યુ હતુ. તેમાં ફૂલ્સ રશ ઇન, ધ હોલ નાઇન યાર્ડ્સ, થ્રી ટૂ ટેંગો, ધ કિડ, 17 અગેન, ગેટિંગ ઇન જેવી ઘણી ફિલ્મો સામેલ છે. જેમા તેમની મોટાભાગની ફિલ્મો કોમેડી જોનરની રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ