સાઉથના સુપરસ્ટાર રામ ચરણને એસ.એસ.રાજમૌલીની ફિલ્મ આરઆરઆર (RRR) એ જગવિખ્તા તેમજ ગ્લોબલ સ્ટાર બનાવી દીધો છે. આ ફિલ્મની સાથે સાથે ‘નાટૂ નાટૂ ગીત’માં રામચરણ અને જૂનિયર એનટીઆરના એનર્જેટિક ડાન્સ સ્ટેપ્સના ઘણા વખાણ થયા હતા. ઉપરાંત આ ગીતે આ વર્ષનો બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો ઓસ્કર પણ જીત્યો હતો. ત્યારે હવે આ નાટૂ નાટૂ ગીતનો જાદૂ જી20 ટૂરિઝમ વર્કિંગ ગૃપની ત્રીજી બેઠકમાં પણ જોવા મળ્યો હતો. રામ ચરણે અહીં નાટૂ નાટૂ ગીત પર વિદેશી પ્રતિનિધિઓની સાથે ડાન્સ કર્યો હતો.
રામ ચરણ જી20 શિખર સંમેલનમાં ભાગ લેવા શ્રીનગર પહોંચ્યો હતો. અહીં તેણે ટૂરિઝમ વર્કિંગ કમિટીની બેઠકમાં ફિલ્મ પ્રવાસન પર થનારી ચર્ચામાં ભાગ લીધો હતો. સાથે જ રામ ચરણે વિદેશી પ્રતિનિધિઓ સાથે મુલાકાત પણ કરી હતી.આ વચ્ચે રામ ચરણે દક્ષિણ કોરિયાના રાજદૂતની સાથે નાટૂ નાટૂ પર ડાન્સ કર્યો અને સૌએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા.
સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઘણો છવાયો છે. ફેન્સ રામ ચરણના અંદાજના વખાણ કરતાં નથી થાકી રહ્યા. મહત્વનું છે કે, આ વર્ષે જ્યારે નાટૂ નાટૂનું નામ ઓસ્કાર માટે નક્કી થયું હતું. ત્યારે તે સમયે ભારતમાં કોરિયાઈ દૂતાવાસે પોતાના ટ્વિટર હેન્ડલ પર નાટૂ નાટૂ ડાન્સ કવર શેર કર્યું હતું. સાથે જ લખ્યું હતું કે, ભારતમાં કોરિયાઈ દૂતાવાસના બધા જ લોકોને નાટૂ નાટૂ ડાન્સ કવરને બનાવવામાં ઘણી મજા આવી. થેન્ક યૂ આરઆરઆર.
આ પણ વાંચો: Tarla Teaser: તરલા દલાલના પાત્રમાં હુમા કુરેશીનો જબરદસ્ત અંદાજ, જાણો તરલા દલાલ કોણ છે?
ઉલ્લેખનીય છે કે, 25 માર્ચ 2022ના દિવસે આરઆરઆર ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રામચરણ અને જૂનિયર એનટીઆર લીડ રોલમાં હતા. જ્યારે આલિયા ભટ્ટ અને અજય દેવગન કેમિયો રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મના ગીત નાટૂ નાટૂને મ્યૂઝિક એમએમ કિરાવનીએ કમ્પોઝ કર્યું હતું.