Ram Charan Movies: રામ ચરણ અને કિયારા અડવાણીની ગેમ ચેન્જરનું ટીઝર રિલિઝ, 200 કરોડમાં બનેલી ફિલ્મ 2025માં આ તારીખ રિલિઝ થશે

Ram Charan Movies Game Changer Release Date: સાઉથ સ્ટાર રામ ચરણ અને એક્ટ્રેસ કિયારા અડવાણીની ગેમ ચેન્જર ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. 3 વર્ષમાં 200 કરોડના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મનું ટીઝર જોયા બાદ ફિલ્મ જોવા ચાહકો અધિરા થયા છે.

Written by Ajay Saroya
November 10, 2024 11:49 IST
Ram Charan Movies: રામ ચરણ અને કિયારા અડવાણીની ગેમ ચેન્જરનું ટીઝર રિલિઝ, 200 કરોડમાં બનેલી ફિલ્મ 2025માં આ તારીખ રિલિઝ થશે
Ram Charan In Game Changer Movies: અપકમિંગ સાઉથ મૂવી ગેમ ચેન્જર માં રામ ચરણ સાથે કિયારા અડવાણી લીડ રોલમાં જોવા મળશે. (Photo: @alwaysramcharan)

Ram Charan Kiara Advani Movies Game Changer Release Date: સાઉથ સિનેમાના સુપરસ્ટાર અભિનેતા રામ ચરણ આરઆરઆર અને આચાર્ય બાદ આરસી 15 ને લઈ ચર્ચામાં હતા, જેમાં અભિનેત્રી કિયારા અડવાણી લીડ રોલમાં છે. ચાહકો 3 વર્ષથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રામ ચરણની ફિલ્મ આરસી 15નું ઓફિશિયલ ટાઇટલ ગેમ ચેન્જર છે, જેનું ટીઝર હવે રિલીઝ થઇ ગયું છે. ફિલ્મના ટીઝમાં રામ ચરણ અને કિયારા અડવાણી વચ્ચેની કમાલની કેમેસ્ટ્રીની સાથે સાથે એક્શન પણ જોરદાર જોવા મળી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન એસ શંકરે કર્યું છે અને દિલ રાજુએ નિર્માણ કર્યું છે.

રામ ચરણની ફિલ્મ ગેમ ચેન્જરની વાત કરીએ તો આ એક પોલિટિકલ થ્રિલર ફિલ્મ છે. તેમાં એક મિનિટ 28 સેકન્ડનું ટીઝર છે, જેમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહી છે. રામ ચરણ એક રાજકીય નેતા અને કોલેજના વિદ્યાર્થીની ભૂમિકામાં લવર બોય તરીકે જોવા મળે છે. આરઆરઆર બાદ તેનો સૌથી અલગ અને દમદાર અવતાર જોવા મળી રહ્યો છે. તેમની આ ફિલ્મ મહેશ બાબુની ડેશિંગ સીએમ જેવી ફિલ્મોની યાદ અપાવે છે. ફિલ્મના ટીઝરથી ફેન્સ ઘણા ખુશ છે. સાઉથમાં ઘણા સમય બાદ પોલિટિકલ થ્રિલર ફિલ્મ જોવા મળી છે. લોકોએ ટીઝર જોયા બાદ તેને બ્લોકબસ્ટર ગણાવ્યું છે.

ગેમ ચેન્જર ફિલ્મના ટીઝરમાં કિયારા અડવાણીને સ્ક્રીન સ્પેસ બહુ ઓછી મળી છે, પરંતુ તેનો રોલ પણ ઘણો રસપ્રદ દેખાય છે. આ ફિલ્મમાં તે રામ ચરણની લેડી લવના રોલમાં જોવા મળશે. તેની એક ઝલકે પણ દર્શકોને ઉત્સાહિત કરી દીધા છે કે તે આ ફિલ્મમાં શું જોવા મળવાની છે.

Game Changer Release Date: ગેમ ચેન્જર બોક્સ ઓફિસની ગેમ બદલી નાંખશે

આ ફિલ્મનું નામ ગેમ ચેન્જર છે. આવી સ્થિતિમાં સાઉથની આ પોલિટિકલ થ્રિલર ફિલ્મ બોક્સ ઓફિસની ગેમ ચેન્જ શકે છે કે નહીં તે જોવું વધુ રસપ્રદ બની રહેશે. તે પોંગલ તહેવારના અવસરે 10 જાન્યુઆરી, 2025 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. રામ ચરણ છેલ્લે આચાર્યમાં જોવા મળ્યો હતો, જેમાં તેના પિતા અને મેગાસ્ટાર ચિરંજીવી પણ હતા. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી.

આ સાથે જ રામ ચરણ ત્યાર બાદ જુનિયર એનટીઆર સાથે આરઆરઆરમાં જોવા મળ્યા હતા. તે 2022માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. રામ ચરણની ફિલ્મ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રહ્યું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ