Ganesh Chaturthi 2025 Shilpa Shetty | ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) આજે 27 ઓગસ્ટએ છે. આજે ધૂમધામથી ગણેશ ચતુર્થી ઉજવણી શરૂ થશે અને ઘણા બોલિવૂડ સ્ટાર્સ ફરી એકવાર બાપ્પાનું તેમના ઘરે સ્વાગત કરશે. જોકે, આ વખતે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ગણેશજીના આગમનની ઉજવણી નહીં કરે અને 22 વર્ષ જૂની પરંપરા તોડશે. જાણો શું છે કારણ?
શિલ્પા શેટ્ટી ગણેશ ચતુર્થી પર આ વર્ષે બાપ્પા ઘરે લાવશે નહિ, વર્ષ 2002 થી, દર વર્ષે શિલ્પા અને તેનો પરિવાર ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે વિઘ્નહર્તાનું તેમના ઘરે સ્વાગત કરે છે. આ વખતે 2025 માં, શિલ્પા ગણેશ ચતુર્થી ઉજવશે નહીં.
શિલ્પા શેટ્ટી કેમ ગણેશ ચતુર્થીની ઉજવણી નહિ કરે?
25 ઓગસ્ટ સોમવાર ના રોજ, તહેવારના બે દિવસ પહેલા, શિલ્પાએ એક રહસ્યમય પોસ્ટ શેર કરી જેમાં તેણે પરિવારમાં મૃત્યુને કારણે આ વર્ષે ગણેશ ચતુર્થી ન ઉજવવા અંગે વાત કરી હતી. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર, શિલ્પાએ એક નોંધ શેર કરી જેમાં લખ્યું હતું કે, “ખૂબ જ દુઃખ સાથે, અમને તમને જણાવતા દુઃખ થાય છે કે પરિવારના એક સભ્યના મૃત્યુને કારણે, આ વર્ષે અમે ગણપતિ ઉત્સવ ઉજવી શકીશું નહીં.”
તેણે ઉમેર્યું કે પરિવાર 13 દિવસ સુધી શોક કરશે અને તેથી કોઈ પણ ઉત્સવ ઉજવશે નહીં. સ્ટોરીમાં લખ્યું છે કે, “પરંપરા મુજબ, અમે 13 દિવસ સુધી શોક મનાવીશું અને તેથી કોઈપણ ધાર્મિક ઉત્સવોથી દૂર રહીશું. આભાર, કુન્દ્રા પરિવાર.”
શિલ્પા શેટ્ટી પરિવારના કોઈ સભ્યના મૃત્યુના કોઈ સત્તાવાર સમાચાર નથી, પરંતુ નોંધ પરથી સ્પષ્ટ થાય છે કે તે રાજ કુન્દ્રા અને પરિવારની કોઈ નજીકની વ્યક્તિ હોવી જોઈએ. નોંધના અંતે “કુંદ્રા પરિવાર” લખેલું છે જે તેમના પરિવારમાં કોઈના મૃત્યુનો સીધો સંકેત આપે છે.
શિલ્પા શેટ્ટી દર વર્ષે ગણેશ ચતુર્થી પર બાપ્પાનું ધૂમધામથી ઢોલ નગારા સાથે સ્વાગત કરે છે. બોલીવુડ સેલિબ્રિટીઝમાં તે માત્ર શિલ્પા જ નહીં, પરંતુ વિવેક ઓબેરોય, ગોવિંદા, શ્રદ્ધા કપૂર, સોનુ સૂદ, ઈશા કોપીકર અને સલમાન ખાન પણ ગણપતિ બાપ્પાને ઢોલ-તાશા સાથે પોતાના ઘરે લાવે છે. ગણેશ ચતુર્થી દરમિયાન આ સેલેબ્સના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.