Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના ઉત્સવ ઉજવણીમાં બોલિવૂડ સ્ટાર્સ પણ બાકી નથી. અનન્યા પાંડે, સોનુ સૂદ, અંકિતા લોખંડે, શિલ્પા શેટ્ટીએ ગણપતિ બાપ્પાનું તેમના ઘરોમાં ભવ્ય પૂજા અને શણગાર સાથે સ્વાગત કર્યું છે. જેમ જેમ 10-દિવસીય ઉજવણી શરૂ થાય છે, તેમ તેમ, બોલિવૂડ સ્ટાર્સ તેમની ભક્તિ અને આનંદ ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને ઉત્સવની ભાવનામાં ઉમેરો કરી રહ્યા છે.
કોલ મી બાએ અભિનેત્રી અનન્યા પાંડેએ તેના ઘરે ગણપતિની તસવીરો શેર કરી હતી અને તેના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યું, ‘ઘરમાં બાપ્પાનું સ્વાગત છે.’
શ્રદ્ધા કપૂરે પણ તેના પિતા શક્તિ કપૂર સાથે ગણેશ ચતુર્થીની ઉજવણીમા ગણેશ દર્શન માટે બહાર નીકળ્યા હતા.
બૉલીવુડ સેલિબ્રિટી ચંદુ ચેમ્પિયન અભિનેતા કાર્તિક આર્યનને પ્રાર્થના માટે મુંબઈના સૌથી મોટા ગણપતિ પંડાલ, લાલબાગચા રાજાની મુલાકાત લેવાની તક મૂકી ન હોતી, એક્ટર ખુલ્લા પગે બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા.
સોનુ સૂદે પાપારાઝીને પોતાના ઘરે ગણેશ દર્શન માટે આમંત્રણ આપ્યું હતું. અભિનેતા અને પરોપકારી ગણેશ મૂર્તિની આરતી કરતા જોવા મળ્યા હતા.
કોમેડિયન ભારતી સિંહ શુક્રવારે રાત્રે મુંબઈમાં જોવા મળી હતી. તે ગણેશ ચતુર્થીની આગલી રાત્રે પોતાના ઘરે ગણપતિની મૂર્તિ લઈને આવી હતી. તેનો પુત્ર લક્ષ તેની માતા સાથે તહેવારની મજા માણતો જોવા મળ્યો હતો.
શિલ્પા શેટ્ટીએ તહેવાર દરમિયાન ઘરે તેના પરિવારનો સાથે આનંદ માણતા એક સ્વીટ વીડિયો શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે લખ્યું, ‘ગણપતિ બપ્પા મોર્યા,બાપ્પાને આવકારવા માટે અમારા દિલ અને દરવાજા ખોલી રહ્યા છીએ. વર્ષનો મનપસંદ સમય.’
વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે શિલ્પાની દીકરી સમિષા તેના પિતા શિલ્પાના પતિ રાજ કુન્દ્રા સાથે ગણપતિની મૂર્તિની સામે ડાન્સ કરી રહી છે.